________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાને સ્થલે આવી અભયાને દેશવટો આપે. આ પ્રમાણે જેનું મન સ્થિર છે તેને ખરાબ સ્ત્રી કાંઈ પણ ખરાબ કરી શકતી નથી, માટે પોતાની વૃત્તિઓ સુધારવાની જરૂર છે.
૧૮. સંચમને સંગ્રહ કરે. તમે મહામહેનત અને હેટા આરંભ-સમારંભેને કરીને જે જે વસ્તુઓ ભેગી કરી છે અને રક્ષણ કરવા માટે સદાય ચિન્તાતુર રહે છે, તેમજ પ્રયાસ કરતા રહે છે, છતાં બધી એકઠી કરેલી વસ્તુઓ એક સાથે ભેગવાતી નથી. તથા જીવનપર્યત પણ તેને ભોગપભેગ કરવા સમર્થ બનશે નહીં અને ઈચ્છા હશે તે પણ જોગવી શકશે નહી માટે એકઠી વસ્તુઓ કરવાની વિચારણાને ત્યાગ કરી સંયમને સંગ્રહ કરે, કે જેથી રાગ-દ્વેષ, મેહ-મમતા, ઈર્ષા–અદેખાઈ વિગેરે દુર્ગુણેને આવવાને અવકાશ મળે નહી.
૧૯ વિશ્વાસ ક્યાં રખાય?–બહારના કેઈ પણ જાતના વ્યવહાર નીતિ અને આકૃતિથી, મનુષ્યના સ્વભાવની અગર કુટિલ મનની પરીક્ષા થતી નથી. તેની પરીક્ષાનું યંત્ર પણ મળતું નથી તથા બનાવી શકાતું પણ નથી, માટે એકદમ વ્યક્તિ પર વિશ્વાસ ધારણ કરવું ઉચિત નથી. પરિચયથી હવભાવ પરખાય છે. કેટલાક બહારથી નીતિમાન દેખાય છે અને મનમાં દુષ્ટ હવભાવના હોય છે, કેટલાક મનમાં સારી ભાવનાવાળા હોય અને બહારથી કડક સ્વભાવના હોય છે. કેટલાક બહારથી અને અન્તરથી સારા વિચારવાળા અને સ્વભાવવાળા હોય છે અને કેટલાક ઉભય રીતે દુષ્ટ વિચાર અને સ્વભાવવાળા હોય છે, જેમકે પરદ્રોહ અને વિશ્વાસઘાત કરવાવાળાઓ બહારથી બેલવા ચાલવામાં સારો દેખાવ કરતાં માલુમ પડે છે પણ મનમાં તે
For Private And Personal Use Only