________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ પ્રતિજ્ઞા કરી કે–જે તેમને ન પાડું તે મારી જીભના કટકા કરું. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને છિદ્રો અને લાગ શોધવા લાગી. એકદા એ લાગ મળતાં અષ્ટમીના દિવસે શેઠ પિસહમાં છે. તે દિવસે તેમને દાસી દ્વારા રથમાં બેસારીને અને દ્વારપાલને યક્ષની મૂર્તિ છે–આ પ્રમાણે સમજાવીને પોતાના મહેલમાં બોલાવવામાં આવ્યા. શેઠને મૌનવૃત્તિ હોવાથી અભિગ્રહને ભંગ ન થાય તે માટે કાંઈ પણ બોલી શક્યા નહિ. કામાતુર રાણીએ વિષયસુખ માટે વિવિધ પ્રાર્થના કરી પણ કાંઈ પણ એલ્યા નહી અને તેણીનું કથન માન્યું નહી. ત્યારે બલાત્કારને આરોપ મૂકીને પિકાર કર્યો, સુભટેએ રાજાની આગળ શેઠને હાજર કર્યા. નૃપ, જુબાની લે છે પણ રાણીનું હિત ચિન્તવી મૌન ધારણ કરીને શેઠ તે કર્મને વિપાક ચિત્તવવા લાગ્યા. શેઠ કાંઈ પણ બોલતા નહિ હેવાથી, અવિચારીપણે ગધેડા પર બેસારી વિડંબના પૂર્વક નગરમાં ફેરવી શૂળ દેવાને હુકમ કર્યો છતાં પણ શેઠે અભયા પર દયા ચિન્તવી. આત્મશક્તિની પરીક્ષા થાય છે, એમ ચિન્તવી વિડંબનાઓને સહન કરતાં ગધેડા પર બેસી નગરમાં ફરતાં પણ તેમણે દુષ્યન કર્યું નહિ. આ વિડંબનાઓને દેખી તેમની ધર્મપત્ની મને રમાએ કાર્યોત્સર્ગ કર્યો અને જ્યાં સુધી મારા પતિની વિડંબના ટળે નહી ત્યાં સુધી ચારે આહારને ત્યાગ. સદ્દગુણ શેઠને વિડંબનાપૂર્વક સારા ગામમાં ફેરવી નગર બહાર શુળીના માંચડે આરૂઢ કર્યો, પરંતુ પિતાના સત્યના પ્રતાપે અને ધર્મના પ્રભાવથી શૂળીનું સિંહાસન થયું. સર્વ વિશ્વમાં આશ્ચર્ય થયું. નૃપને ખબર પડવાથી શળીના બનેલ સિંહાસનની પાસે આવી શેઠની ક્ષમા માગી.
For Private And Personal Use Only