________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃત્તિઓ અત્યંત દુખેને આપનાર છે, માટે માનસિક વૃત્તિઓને વશ કરવા માટે સદાય ઉપગ રાખવો જરૂરી છે, જેની માનસિક વૃત્તિઓ જ ખરાબ છે-દુષ્ટ છે, તેઓને જ તેવી સ્ત્રીઓ દુઃખ આપી શકે છે પણ જેની વૃત્તિઓ કબજામાં છે તેઓને તેવી સ્ત્રીઓ શું કરી શકે? સુદર્શન શેઠને ખરાબ કરવા માટે, જિતશત્રુ નૃપની રાણીએ તેમજ તેના દિવાનની રાણું કપિલાએ ઘણી કપટ કલાઓ કરી પરંતુ તે વૃથા ગઈ. કપિલાએ દિવાનજી માંદા છે. એ બહાનાંથી દાસી દ્વારા પિતાના ઘરમાં બોલાવી ત્રીજા ઓરડામાં લઈ જઈને વિષય સુખ માટે પ્રાર્થના કરવા લાગી. શેઠે પિતાની વૃત્તિઓ કબજે હેવાથી, આના ફંદામાંથી મુક્ત થવા માટે યુકિત વાપરીને કહ્યું કે, તમાએ મને બોલાવ્યું પણ હું તે નામર્દ છુંઆ પ્રમાણે કહેવાથી કપિલા હતાશ બની શેઠને જવા દીધા. એકદા કૌમુદી મહોત્સવમાં ઉઘાનમાં અભયા રાણી અને કપિલા જઈ રહેલા છે તેવામાં શેઠની પ્રતિવ્રતા સ્ત્રી મને રમાને પિતાના પાંચ છ બાળકેને સાથે લઈને ઉદ્યાનમાં ગમન કરતા દેખીને કપિલાએ અભયાને કહ્યુંઃ આ સ્ત્રી કેની છે? અભયાએ કહ્યું કે તું કેવી બુડથલ છે. આટલું પણ જાણતી નથી આ તે આપણું નગરના નગરશેઠ સુદર્શનની પત્ની છે. આ પ્રમાણે જાણીને અફસેસ કરતાં કપિલાએ કહ્યું કે શેઠે મને છેતરી અને મારા કબજામાંથી નામર્દ કહીને ખસી ગયા છે. તે શેઠ બહુ કુશળ છે અને પરનારીસહદર અને સ્વનારીમાં સંતેષી છે એટલે તારા જેવી મૂર્ણ સ્ત્રીને ઠગવી તે તે તેમને સહજ છે. કપિલાએ કહ્યું કેતમે જે ચતુર હો તે તેને છેતરીને પાડે તે ખરા. અભયાએ
For Private And Personal Use Only