________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંજરામાં જ મરવું પડે છે, તથા દરમાં રહેલ ઝેરી સાપ મદારીની મોરલીના નાદને સાંભળી તેમાં સુગ્ધ બનતાં, કરડીઆમાં પૂરાવું પડે છે અને મદારીના નચાવ્યા પ્રમાણે નાચવું પડે છે. તેને પાડી નાખેલ હોવાથી કરંડીયામાંથી નીકળવાનું જોર ચાલતું નથી. હરિની પણ નાદની મુગ્ધતાથી ભયંકર અને કારમી દશા થાય છે, માટે વિષથી અલગ થવાય તેટલું અળગું રહેવામાં જ હિત છે. સળગતી હેળીમાં કે ચિતામાં કોઈ મુશ્વ માનવ પડતું મૂકે અને જે હાલહવાલ થાય, તેવા હાલહવાલ, વિષયેના લંપટના બને છે. વિષયનું વારે વારે સેવન કરવાથી તેઓની તૃષ્ણ–આસકિત ઓછી થતી નથી પણ વધતી રહે છે, થએલ ખરજને વધારે વધારે ખણવાથી ખરજ વધવાની કે ઘટવાની ? વધતી રહેશે, ઘટશે નહિ અને પીડા થશે તે જુદી. અગ્નિને શાંત કરવા કઈ ઘી-મધ-વ્યાસતેલ કે પેટ્રોલ નાખે તો તે અમિ શું શાંત થશે ? કદાપિ નહિ જ. તે પ્રમાણે વિષયના સેવનથી વિષયના વિકાર વધવાના જ પણ ઘટવાના નહિ. આ પ્રમાણે વિષયને ત્યાગ કરવા ઘણી શક્તિને ફેરવવી. કદાચ તેને સર્વથા ત્યાગ થઈ શકે નહી તે તેની આસક્તિ, મુગ્ધતા તે અવશ્ય ટાળવી જરૂરી છે કે જેથી તેઓને સર્વથા ત્યાગ કરવાની તમન્ના થાય.
૧૭. સંસારમાં કેળવણુ વિનાની તેમજ અભિમાનીઉદ્ધત અને સ્વેચ્છાચારી સ્ત્રીઓ, સાંસારિક સુખને નાશ કરે છે. તે પ્રમાણે બીનકેળવાએલ ઉદ્ધત અને વછંદી માનસિક વૃત્તિઓ, આ લેકના અને પરલોકના સાચા સુખને સત્યાનાશ વાળી નાંખે છે એટલે નઠારી સ્ત્રીઓ કરતાં માનસિક
i
For Private And Personal Use Only