________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી, ક્ષયની અસર થએલી માલૂમ પડી. દવા લેવા તેમજ પરેજી પાળવા કહ્યું. જમાઈએ પણ મરણની ભીતિથી હા કહી. વૈદરાજે દશ વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું તથા વાલ, ચળા વિગેરે કઠેળની વસ્તુઓને સર્વથા ત્યાગ કરવાનું કહ્યું તે પણ હા કહી અને દવા સાથે બ્રહ્મચર્ય અને પરેજીપાલનમાં બહુ લક્ષ રાખવાથી છ માસમાં શરીર નિરોગી બન્યું. દશ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાથી શરીરે સારી રીતે શક્તિ જમા થઈ, પણ જમણવારમાં એકદા ગયે અને સ્વાદ પડવાથી વાલ બહુ ખાધા. તેથી સઘળા શરીરે સોજા આવવાપૂર્વક બે ત્રણ દિવસમાં મરણ પામ્યું. એટલે પરેજીનું પાલન ન થવાથી મરણ શરણ થશે. વિષયના સ્વાદે મુગ્ધ બનતાં ઘણી વિપત્તિ આવે છે.
૧૬. પાંચ ઇન્દ્રિયના વિષયેમાં મુગ્ધ બનેલને કઈ પ્રકારની શકિતઓ રહેતી નથી તેમજ વધતી નથી અને શક્તિને હાર થતાં તે મુગ્ધ માનવ નિર્માલ્ય બની અત્યંત યાતનાઓને પણ સહન કરે છે. વિષ કરતાં વિષયની ભયંકરતા કારમી છે. વિષ એક જ ભવમાં મારે છે. વિષય તે ભવોભવ મીઠે માર મારીને સંસારમાં પરિભ્રમણ કરાવે છે અને કંગાલ–પામર દશામાં લાવી મૂકે છે, માટે તેમાં મુગ્ધ બનવું નહિ અને પરમાર્થને વિચાર કરો કે જેથી શક્તિઓ વધતી રહે અને સંસારસાગર સુખેથી તરી જવાય. વિષયની મુગ્ધતાને જે ત્યાગ કરવામાં ન આવે તે સિંહ જેમ બકરાને પાંજરામાં દેખી માંસની લાલચે સપડાય છે અને પરવશતા જોગવવી પડે છે, ભૂખનું દુઃખ ટળતું નથી અને છેવટે
For Private And Personal Use Only