________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
અમોએ ધારેલ કાર્ય જરૂર પૂર્ણ કરીશું અને તે કાર્ય કરવામાં અમારામાં તાકાત છે તેમજ આવતા વિદ્યો, અને અમારા કાર્યોમાંથી પાછા હઠાવવાની શક્તિ ધરાવતા નથી જ આ પ્રમાણે વિચારપૂર્વક ધારેલ કાર્યમાં તત્પર રહેનારનું તે કાર્ય જરૂર પૂર્ણ થાય છે. તમે જે ઉમદા વિચારને ધારણ કરશે તે આત્મિક હિતના કાર્યો જરૂર સધાશે.
આત્માના અનંત ગુણે પૈકી શ્રદ્ધા-વિશ્વાસ તે પણ મહાન ગુણ છે. પ્રથમ આત્મિક ગુણેને વિકાસ કર્યા સિવાય મહતા. કાંક્ષાઓ પૂર્ણ થતી નથી અને થશે પણ નહી, માટે શ્રદ્ધા સમ્યગજ્ઞાન અને પુરુષાર્થને વિકાસ કરે અને વિધ્રોથી ભય પામે નહી અને કાર્ય કરતા રહે, જરૂર આત્મહિત સધાશે જ. ધન મેળવવામાં જેવી શ્રદ્ધા રાખે છે તેવી શ્રદ્ધા ધર્મને સંગ્રહ કરવામાં ધારણ કરે. ધનાદિક મળે છે તે ધર્મ નહી મળે ? જરૂર મળશે જ.
પ૪૧. ઘણે ભાગે મળે એમ માની બેઠા છે કે અમને જે વસ્તુઓ મળી છે તે પૂરતા પ્રમાણમાં મળી નથી. તેથી અમે કઈ પણ ઉપાયે મનગમતી વધારે વસ્તુઓને મેળવવા માટે મહેનત કરીએ. જે મહેનત ન કરીએ તે ભૂખ અને તરસે મરણ પામીએ. ભલે પછી અઢારે પાપસ્થાનેને સેવીએ પણ તે વસ્તુઓ મેળવીએ. આવા વિચારપૂર્વક મહેનત કરનાર માનવેને એ હકીકત માલૂમ હોતી નથી કે, પાપને સેવી મેળવેલ પૈસા, પાપને વધારશે કે પુણ્યને ? પાપને વધારીને સુખની ઈરછાવાળાઓ, સુખને મેળવશે કે દુખને? પાપથી કદાપિ સુખ પ્રાપ્ત થતું નથી અને થશે પણ નહી, છતાં
For Private And Personal Use Only