________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસસ્થાનોને સેવીને સુખની વછા કરી રહેલ હોય છે. સૂત્ર
જ્યાં સડેલું હોય તે વૃક્ષ કદાપિ ટકી શકતું નથી. અને જે વૃક્ષના મૂલ જ કડવાં હોય તેના ફેલો મધુર હેય ક્યાંથી? સુખને મેળવવું હોય તે પાપસ્થાનકેને સેવવવાનું બંધ કરે. તેજ દુઃખનું–વિપત્તિઓનું મૂલ છે. ન્યાયનીતિપૂર્વક વર્તન કરનાર જ સુખનાં મૂલેને ઉત્પન્ન કરે છે. અને મધુર ફલે મેળવવાને ભાગ્યશાળી બને છે. અનિષ્ટ વિચારે તે પણ પાપના તથા દુઃખનાં મૂલે છે માટે પાપના વિચારે કરવા લાયક નથી, કારણ કે વિચારો પ્રમાણે વર્તન થાય છે. સારા વિચારો હશે તે, ભૂલથી ખરાબ વર્તન થતાં પશ્ચાતાપ થશે અને એવા પાપથી પાછા હઠવાની માનસિક વૃત્તિ જાગ્રત્ થશે અને પાપ કરવાનું મન થશે નહી. દુન્યવી વસ્તુ એથી પૂર્ણ વરતુઓ કદાપિ મળશે નહીં. અને આશા કે તૃષ્ણા મૂર્ણ પણ થવાની નહી જ, માટે પુણયના માર્ગે જવું અને યુરયના કારણે સેવવાં તે શ્રેયસ્કર છે. પુણ્યના કારણેનું સેવન, માનસિક વૃત્તિને પવિત્ર બનાવે છે, અને માનસિક વૃત્તિ પવિત્ર થયા પછી જ સ્થિરતા આવીને વસે છે; સ્થિરતા થયા પછી આત્મિક ગુણેને વિકાસ થતું રહે છે અને આત્મિક ગુણેને વિકાસ થતાં આધિ-વ્યાધિ અને ઉપાધિની પીડાઓ આપ આપ ખસી જાય છે. આત્મબલ ફેરવીને હિંસા-અસત્યચારી-અબ્રહ્મચર્ય—પરિગ્રહ વિગેરે પાપનાં જે મૂલે છે, તેઓને મૂળમાંથી ઉખાડી મધુરા બીજનું આરોપણ કરે છે. સદાવ્યા, વિષ્ય કષાયને ત્યાગ, અનાસક્તિ, ગુણાનુરાગ-આગમશ્રવણ વિગેરે પુના બીજ છે. મનમાં ખરાબ વિચાર લાવવા
For Private And Personal Use Only