________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭ પૂર્ણ કરવા માટે પ્રબળ પુરુષાર્થ કરવાની ખાસ આવશ્યકતા છે. વાતે કરવાથી કાંઈ વળતું નથી, માટે આળસને ત્યાગ કરી તથા નિરાશા–ભયને ત્યાગ કરીને પ્રબળ પુરુષાર્થ કરો. મહત્વાકાંક્ષાઓ પૂરી થશે. અ૫ પુરુષાર્થે મહત્વાકાંક્ષાઓ સફલ થતી નથી. મહાપુરુષોએ પ્રબલ પુરુષાર્થના વેગે ધારેલા કાર્યો પૂર્ણ કર્યા છે અને પ્રબલ પુરુષાર્થ વેગે પૂર્ણ કરશે.
ધારેલાં કાર્યો પૂર્ણ થશે કે નહી? આવા વિચારને ધારણ કરશે નહી. આ વિચાર, નિર્બલતા અને ભયને સૂચવનાર છે. દરેક કાર્યો પૂર્ણ કરવા માટે શ્રદ્ધા સમ્યગ્રજ્ઞાન અને તે જ્ઞાન પ્રમાણે પુરુષાર્થ કરે તે જરૂરી છે. હતાશ થવું નહી. પુરુષાર્થ કરનારને આત્મિક શક્તિ સહાય કરે છે.
પુરુષાર્થ કરનાર-ચારિત્ર પાલન કરનારને વિવિધ કાર્ય દક્ષતા વયમેવ આવીને ભેટે છે અને શંકા-નિરાશા તેમજ ભયને ધારણ કરનારને તે શક્તિ હોય છતાં દબાતી રહે છે. આત્મિક શક્તિને આવિર્ભાવ કરવા માટે શ્રદ્ધા જ્ઞાન તથા પ્રબલ પુરુષાર્થ તે અનન્ય સાધન છે કે જેના વેગે તુચ્છ હલકા ગણાતા માણસોએ મહત્તાને મેળવી છે.
કાર્ય સાધવામાં વિવિધ વિઘો ઉપસ્થિત થાય તે પણ જે મહાશયને સમ્યગ જ્ઞાનપૂર્વક પ્રબલ શ્રદ્ધા છે, તેને તે વિડ્યો તે કાર્યમાંથી પાછા હઠાવી શકવા સમર્થ બનતા નથી. તેઓ તે હિંમતથી તથા ઉત્સાહથી આગળ વધતા રહે છે અને શક્તિ તેને મદદ કરતી રહે છે. નિરાશાવાદીને તેમજ શ્રદ્ધાવિહીનને કેણ સહાય કરે ?
For Private And Personal Use Only