________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩ અને તે, આધિ-વ્યાધિ વિગેરે ટકી શકે નહી; આત્મામાં અનંતશક્તિ અને સત્તા ભરપૂર રહેલી છે, છતાં તેઓના તરફની રુચિ નહી હોવાથી અને સમ્યગજ્ઞાનાભાવે અને તેની ક્રિયાઓના અભાવે દબાએલી રહી છે, માટે સ્થિરતાને ધારણ કરીને તેના દબાણને દૂર કરવા પ્રયત્ન કરે. જ્યારે કુસંસ્કારનું ખરાબ વાસનાનું દબાણ ઓછું થશે, અને સદ્ભાવના તથા વિવેક જાગ્રત થશે ત્યારે તે સત્તા અને શક્તિ તરફ દૃષ્ટિ પડશે અને સત્તા અને શક્તિના સ્વામી બનવા માટે બળ ફેરવાશે અને સાચા અધિકારી બનશે.
પ૩૫. સદા સર્વથા અને સર્વત્ર સદ્દગુણે પૂજાસ્થાન છે. સદ્દગુણો સિવાય મહામહેનત કરીને મેળવેલું જ્ઞાન તેમજ ચાલાકી–બોલવાની પ્રવીણતા શોભાસ્પદ બનતી નથી. આત્માની શ્રદ્ધા તે પણ સદ્દગુણ છે. તેના આધારે કિયા, કરી શકાય છે. જે જ્ઞાન હશે પણ શ્રદ્ધા નહી હોય તે ધાર્મિક ક્રિયામાં ઉપેક્ષાભાવ રહેશે અને ઉપેક્ષાથી જ્ઞાનનું જે કાર્ય હશે તે સાધી શકાશે નહી, માટે પ્રથમ શ્રદ્ધા રાખવાની આવશ્યકતા છે. આત્મામાં અનંતશક્તિ, અનંતજ્ઞાન અનંતસત્તા સમાએલ છે–એવી દઢ શ્રદ્ધા હોય તે જ તેને આવિર્ભાવ કરવા પ્રયાસ થાય છે અને લાગણી થાય છે. આત્મિક શ્રદ્ધા તે વર્ગનું સોપાન છે, અને અનંતસુખની ચાવી છે. જગતમાં વ્યાવહારિક કાર્યો પણ વિશ્વાસથી સફલ થાય છે. શંકા ધારણ કરે તે જે પરિસ્થિતિ છે તે અસ્તવ્યસ્ત થાય છે. સદ્દગુણે જ દુખની દવા છે–પરમ ઔષધિ છે. આની જરૂર સદાય રહેવાની જ.
શંકા-નિરાશા-ભય-દ-હેવ-અદેખાઈ વિગેરે દરેક પ્રાણ
For Private And Personal Use Only