________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૧ લેશે તે પણ પિતાની પાસે રહેલી દિવ્ય દવા જ્યાં સુધી લેશે નહી ત્યાં સુધી તે લીધેલી દવા જલદી અસર કરશે નહી માટે પ્રથમ પોતાની પાસે રહેલી દિવ્ય વિચારોરૂપી દવા શ્રદ્ધાપૂર્વક લેવાની આવશ્યકતા છે.
જે આપણે હીનતાના અને દરિદ્રતાના કે ગરબા ઈના વિચારો કર્યા કરીએ તે તે હીનતા-ગરીબાઈ કદાપિ ખસે નહી, અને જે આપણે એમ માનીએ કે-સવ સુખની સાધનસામગ્રી મારા સુંદર વિચારમાં છે, બીજેથી આવી શકે એમ નથી, કદાચ આવી મળશે તે પણ તે કાયમ રહી શકે એમ નથી, તેને એ જ સ્વભાવ છે, માટે મારી પાસે જ દિવ્ય વિચારોરૂપી દેલત છે, તે પછી હું શા માટે હીનતા તથા દરિદ્રતાના વિચારે કરું? આ પ્રમાણે દિવ્ય વિચારક હીનતા અને દરિદ્રતાને ખંખેરીને દૂર કરવા શક્તિમાન બને છે.
ગરીબાઈને વિચાર જેટલે ખરાબ છે, તેટલી રંકતા તથા દરિદ્રતા ખરાબ નથી. માનસિક વિચારો જે સુંદર હોય તે રંક અવસ્થામાં પણ–ગરીબાઈમાં પણ શહેનશાહ જેવી સુંદરતા ભાસે છે. હીનતા–દીનતા-રંકતા તથા શ્રીમંતાઈ કે દેવતાઈ પિતાની કલપનામાં રહેલી છે; કાંઈ સર્વે શ્રીમતે અગર દેવે સર્વથા સુખી છે, કોઈ પ્રકારે દુઃખ છે જ નહી, એમ તે શાસ્ત્રકારે ફરમાવતા નથી. પણ ફરમાવે છે કે-જેની માનસિક વિચારશ્રેણઓ, ક૯૫નાએ ઉન્નત અને ઉદારતાથી ભરપૂર છે તે સુખી છે. બહારના પદાર્થો આવી મલ્યા હોય પણ મન જે સંતુષ્ટ હેય નહી તે સદાય તે માણસ અગર તેવ-દાનવ-શ્રીમંત દુઃખી રહેવાને જ. આપણે દીન-હીન
For Private And Personal Use Only