________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ર અને ગરીબ છીએ અને રંક દીન હીન રહેવાના, આવી માન્યતા જ કારમી ભયંકર છે. કેઈ પણ ઉત્તમ કાર્ય, તેના આધારે બનતું નથી. કેઈ સહકાર આપવા તૈયાર હોય તો પણ આગળ વધવાને ઉલ્લાસ જાગ્રત્ થતું નથી અને એને એ અવસ્થામાં જીવન પસાર કરવાનો વખત આવે છે, માટે આપણે સર્વે વિપત્તિઓને ટાળવાની શક્તિ ધરાવીએ છીએ એમ માને છે પ્રયત્ન કરે; તમારા વિચારો નિરાશાજનક હશે તે, તમે કોઈ પ્રકારે પણ વ્યાવહારિક કે ધાર્મિક કાર્યોને કરવા સમર્થ બનશે નહી, અગર પ્રયન મંદ પડી જશે. જ્યાં સુધી નિરાશાનું, વાતાવરણ સાથે લઈને ફરશે, ત્યાં સુધી તમે કોઈ પણ સ્થલે ગમન કરશે ત્યાં નિરાશા-રંકતાના વિચારો ફેલાવશો અને આગળ વધી શકશે નહી. - તમે જે રંકતાના વિચાર કર્યા કરશે તે ભિખારી સિવાય ઉરચ દરજજામાં આવી શકશો નહી અને મહત્તાને મેળવી શકશે નહી એટલે નિરાશાને ત્યાગ કરીને કર્તવ્ય કાર્યોમાં ઉત્સાહપૂર્વક તત્પર બને, પરોપકારના કાર્યોમાં નિરાશા ધારણ કરે નહી. ફલને ઈચ્છશો નહી તે પણ ફલ મળવાનું એમાં શંકા ધારણ કરવી એગ્ય નથી.
જે તમને ગરીબાઈને ભવિષ્યમાં ભય લાગતે હેય, જે તમે ગરીબાઈથી દુઃખ પામતા છે, અને તમને વૃદ્ધાવસ્થામાં રંકતા આવી પડવાની ભીતિ હય, તે તમે તેવી સ્થિતિને પ્રાપ્ત થાઓ એ વિશેષ સંભવ છે. કારણ કે હમેશને ભય, તમારી હિંમતને નાશ કરતે હોય છે, તમારી આત્મશ્રદ્ધાને
For Private And Personal Use Only