________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯
દિવ્ય વિચારાથી શારીરિક બલ વધે અને ખરાબ વિચારોથી શક્તિ ઘટવા માંડે છે. - “મને બળ એ ઉ ત્તમ ઔષધ છે” આ બીના કાંઈ અસત્ય નથી; કારણ કે અત્યારની આપણી અવસ્થા પૂર્વના વિચારોના આધારે જ થઈ છે. આપણે દુ:ખી અવસ્થા ભેગવતાં હઈશું તે એમાં અન્ય કેઈને દોષ નથી–આપણે વિચારોને દોષ છે. - જ્યાં સુધી કસોટીને, વિપત્તિને કે વિડંબનાને પ્રસંગ આવે નહી, ત્યાં સુધી આપણે કેટલું સહન કરીએ છીએ, તે આપણે જાણું શકતા નથી. વિપત્તિના સમયે આપણું વિચારે દિવ્ય હોય તે આપણે આનંદપૂર્વક સહન કરવા સમર્થ બનીએ. માનસિક બળ વધે છે એમ આપણે શ્રદ્ધાપૂર્વક માનીએ પરંતુ એવા એવા પ્રસંગે બહુ કષ્ટ માનીએ તે મનેઅલ હોય તે પણ નષ્ટ થતું જાય છે.
જ્યારે દુખ સહન કરવાની આવશ્યકતા ઉપસ્થિત થાય છે ત્યારે આપણામાં ગુપ્ત રહેલી શક્તિને આવિર્ભાવ થઈ આપણી વહારે ધાય છે, એટલે માલુમ પડે છે કે આપણામાં દુખે સહન કરવાની તાકાત તે છે પણ આપણે વિચારીએ તે શકિતને દબાવી દીધી છે એટલે કેસેટીના પ્રસંગે આપણે સહન કરવા સમર્થ બનતા નથી. ' હવે દુખ સહન નહી થાય, ઘણું કષ્ટ આવી પડયું, અરે દુખના ડુંગરે માથે તૂટી પડ્યા. આવા આવા વિચારોથી આવી પડેલી આફતે અધિક દુખદાયક નીવડે છે, તેની શંકા આવતા અને ભયના ભણકારા આવતાં જ આપણે માનસિક બિલના અભાવે
For Private And Personal Use Only