________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
દુર્ગાની ઉપેક્ષા કરવાપૂર્વક ગુણ તરફ દષ્ટિ રાખીને તેઓની ઉન્નતિ કરવા કમ્મર કસે. આ પ્રમાણે વર્તન કરવાથી અધિક ગુણે અધિકારીમાં આવીને નિવાસ કરે છે. ધનવાનેએ ધન દ્વારા, બુદ્ધિમાનેએ સારી સલાહ-સુચના વડે અને કાયિક શકિતમાનેએ શક્ય ઉપકાર કરવા ખામી રાખવી નહી. અધિકારને મેળવ્યા બાદ જેઓ હલકા દરજજાના માણસને આગળ વધારતા નથી, શકય સહકાર આપતા નથી તેઓ પોતાના અધિકાર શબ્દમાંથી (અ) ને કાઢી નાખે છે અને “ક, વધતાં ધિક્કારને પાત્ર બને છે, તેથી તેઓને આનંદ-ઉલ્લાસ રહેતું નથી માટે અધિકારીઓએ અધિકારમાં રહેલા ગુણેની વૃદ્ધિ કરવા માટે પણ અન્ય જનની ઉન્નતિ કરવી, તે પોતાની ફરજ છે, ધર્મ છે, કારણ કે અન્ય જનેની ઉન્નતિ કરવામાં અનેક સદૂગુણે આવીને વસે છે; દયા-દાન-ઉદારતા-દાક્ષિરયતા, ન્યાયસંપન્નતા, પાપભીરુતા, ઇન્દ્રિયજયતા, ધર્મના સાથીઓ છે અને સંબંધીઓ પણ છે; અધિકારને પામ્યા પછી જેઓ અન્ય જનેને આબાદ કરીને ઉન્નતિ કરવામાં તૈયાર બને છે તે તેઓના અધિકારથી પતિત થતા નથી અને ઉપાલંભને પાત્ર બનતા નથી.
૫૧૮• આપણું વિચારે બદલાતાં આપણું ભાગ્ય પણુ બદલાય છે. આપણા વિચારો સાથે આપણે ઈચ્છાઓ તથા પ્રયત્ન સાથે મળશે ત્યારે આપણે ધાર્યા પ્રમાણે થઈશું અને કરી શકીશું. આપણું દિવ્ય વિચારો આપણું ઉદ્દેશને ઘડે છેતે વિચારે આપણામાં જ રહેલા છે, બહારથી આવી શકશે નહી. માનસિક વિચારોની અસર કાયા ઉપર પણ પડે છે.
For Private And Personal Use Only