________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
વલોપાત કરાવનારી છે. આ જ્યારે ક્ષણે ક્ષણે ઉપયોગ રખાય ત્યારે જ તેના ઉપરથી મેહ ઓછો થાય છે અને રાગ-દ્વેષની ઓછાશ થતાં અનુક્રમે આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે અને ઓળખાણ થતાં નાશવંત વસ્તુઓ ઉપર જે સત્ય સુખને વિશ્વાસ બંધાએલ છે, જે માન્યતા દઢ રીતે રહેલી છે તે પરાવર્તન પામે છે અને આત્મિક ગુણે તરફ દૃષ્ટિ થાય છે. પછી જે ચીકણું નિકાચિત કર્મો બંધાતા નથી. અત્યાર સુધી તમારી દૃષ્ટિ આત્માના ગુણે તરફ પડેલી નહી હેવાથી દુન્યવી સંગ સંબંધે મળેલ વસ્તુઓમાં ધન, દારા, પુત્ર-પરિવારાદિકમાં સત્ય સુખને વિશ્વાસ રહેલે છે તેથી જ ધન, દારા, દેહ ગેહાદિકને વિયાગ થતાં અને અનિષ્ટ વ્યાધિઉપાધિને સંગ થતાં રાગ-દ્વેષાદિકના વિચાર અને વિકારો ઉત્પન્ન થાય છે અને તે વિકારોના આધારે કલહ-કંકાસ-વેર ઝેર વિગેરે ઉત્પન્ન થઈ તેની પરંપરા વધતી રહે છે તેથી જ આત્માને ક્ષણભર સત્ય સુખને પ્રાપ્ત થવું અશકય બનેલ છે. ઈષ્ટ વસ્તુઓ મળતાં તેમાં જ મૂઢ બની મદેન્મત્ત બનીને આત્મિક ગુણોને વિસારી બેસે છે અને મારા જેવો જગતમાં કેઈ નથી, આમ માન્યતા ધરાવીને મલકાય છે અને કુલાય છે તેથી જ મહામહેનત કરીને પણ મેળવેલી વસ્તુઓના સ્વરૂપનું ભાન થતું નથી અને જગતના વ્યાવહારિક કાર્યોમાં માંહમાંહી અથડામણું થયા કરે છે છતાં પણ આત્મગુણ તરફ નજર પડતી નથી. ખારા પાણીમાં ઉત્પન્ન થએલ અને તે પાણીથી પોષાએલ માછલાઓને મધુરજલથી ભરેલા સરોવર તથા નદીઓ તરફ નજર કયાંથી પડે ? વિષામાં ઉત્પન્ન થએલ કીડાઓ
For Private And Personal Use Only