________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫ બને છે. સમર્થ જો કોઈ હોય તે વ્યાવહારિક અને શૈક્ષયિક ધર્મની આરાધના જ છે. સાથે આવનાર આરાધેલ ધર્મ જ છે. તેના પડેલા સંસ્કારો જ છે. દુન્યવી પદાર્થોને સાચવવા માટે જીવનપર્યત અથાગ મહાપ્રયત્ન કરશે તે પણ વખત વ્યતીત થતાં તેઓ ખસી જવાના, નાશ પામવાના અને ચિન્તાઓને ઉત્પન્ન કરીને પિતાને સ્વભાવ તે ભજવવાના જ; તેમાં કેઈમુંદેવદાનવ વિગેરેનું જોર ચાલે એમ છે જ નહી. એટલે પ્રયાસ-જેટલી ચિન્તા, દેહગેહાદિકને સાચવવા માટે કરે છે, એટલે પ્રયાસ તેમજ ચિન્તાઓ, ધર્મનું રક્ષણ કરવા માટે રાખશે તે મનુષ્યજન્મની સફળતાપૂર્વક અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બનશે.
૫૧૬. અનતજ્ઞાન-દર્શન-ચારિત્ર અને અનંત સુખના ધારક એવા આપણુ આત્માની આઠ કર્મોએ કેદી જેવી કફોડી સ્થિતિ કરી મૂકી છે. તેમાં વળી મેહનીય કર્મનું બલ, અધિક પ્રમાણમાં હોવાથી આત્માને પોતાના સત્ય સ્વરૂપની ઓળખાણ થતી નથી. જ્યાં સુધી આત્માના સત્ય સ્વરૂપની ઓળખાણ થતી નથી ત્યાં સુધી કેદીની માફક અનંત શક્તિ દબાએલી રહેવાની જ. આ શકિતને આવિભવ કરવા માટે કર્મજન્ય રાગ-દ્વેષને ત્યાગ કર્યા સિવાય અન્ય ઉપાય નથી. જે વસ્તુઓને દેખીને પ્રાપ્ત કરવા રાગછેષ થાય છે તે વસ્તુઓના સ્વરૂપનું પ્રથમ સમ્યક્ જ્ઞાન મેળવવું આવશ્યક છે. જે વસ્તુઓ ઉપર આપણે રાગ-દ્વેષ અને મેહ ધારણ કરીએ છીએ, તે વસ્તુઓ જ ક્ષણવિનાશી અને
૨૫
For Private And Personal Use Only