________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩ અને કેવલ્યજ્ઞાન પામી સિદ્ધિપદને વય. આવું અભિમાન તે કરવા લાયક છે. પણ બલકુલ-જાતિ-ઐશ્વર્ય વિગેરે આઠ પ્રકારના અભિમાનને અવશ્ય ત્યાગ કરે. દુન્યવી સંપત્તિ મળતાં અજ્ઞજને જ અભિમાન કરે છે. સમ્યજ્ઞાનીઓને તે અભિમાન કરવા જેવું આ સંસારમાં ભાસતું નથી, માટે તમને સર્વથા અનુકૂલતા હોય તે પણ અભિમાન કરશે નહી. કારણ સાંસારિક અનુકૂલતાને વિશ્વાસ કેટલે? સમ્યગજ્ઞાનીઓની દૃષ્ટિ, આત્માના ગુણે તરફ હેવાથી તેઓને અભિમાનાદિક હોતું નથી. તેઓ સમજે છે કે વિપુલ વૈભવ સાધનસામગ્રી મળી હોય તે પણ આખરે આયુષ્ય પૂર્ણ થએ તેઓને અત્રે મૂકી પરક જવું પડે એમ છે; સાથે તે આવી શકે એમ નથી જ અગર આયુષ્ય દરમ્યિાન તે પુણ્યક્ષયે અન્યત્ર જવાને તેને સ્વભાવ છે. ક્ષણભંગુર અને વિયેગવાળી સાહ્યબીને પ્રાપ્ત કરી અભિમાન કેણ કરે? સર્વ પાપનું કારણ જેમ લે છે તેમ અભિમાન-અહંકાર પણ છે; લેભ અને અભિમાન મમતા-આસક્તિ–અદેખાઈ વિગેરે મહતૃપના સંબંધીઓ છે. સમ્યગાન વેગે અભિમાન-મમતા વિગેરેનું જે જોર ઓછું થાય છે તે મોહનપનું બલ ઓછું થાય છે.
૫૧૫. આત્મધર્મમાં દ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ ગુપ્ત રહેલ છે. સંયોગસંબંધે મળેલી વસ્તુઓને સાચવવાની લાગણી તમને અધિક છે, પણ કેના યોગે આ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે, તેને ખ્યાલ ન હોવાથી તે વસ્તુઓને સાચવવામાં જ જીવન પૂરું થાય છે; તમને જે જે અનુકુલ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે તે ધર્મની આરાધનાના વેગે, માટે તે તે વસ્તુઓ
For Private And Personal Use Only