________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
પ્રપંચને, અન્યાયને, અનીતિને ભય વિસાચે, મનની મેજ ખાતર શાહુકારી વેચી-પ્રતિષ્ઠા આબરૂ ઉપર પાણી ફેરવ્યું આ સઘળું અનિષ્ટ વિષય કષાયની અંધતાથી થએલ છે. આમ કરવાથી તમને શો લાભ થશે સુખને કે અનુભવ થયો ? વિચાર તે કરે. અનંતકાલ, મિથ્યાત્વાંધકારમાં ગયે. હવે તે અધતાને ત્યાગ નહી કરે તે અનંતકાલ સુધી પરિભ્રમણ કરવું પડશે, માટે અમૂલ્ય મનુષ્યભવ પામીને વિષય કષાયની અંધતાને ત્યાગ કરીને જેનતત્વને પામો. જૈનત્વના પાલનમાં મોક્ષસુખની ચેગ્યતા આવી મલે છે. પ્રભુતાને આવિર્ભાવ થતું રહે છે. જાત્યંધતા કરતાં વિષયાંધતા અને કષાયાંધતા બહુ દુઃખદાયક છે. જન્માંધતામાં તે એક ભવમાં અથડામણું વિગેરે ની પીડા છે. વિષયાંધતામાં ભભવ પીડાઓને વિપત્તિઓને પાર આવતો નથી. જેટલા દુઃખે છે તે બધાય વિષયાંધતાથી ઉત્પન્ન થયેલા છે અને ઉત્પન્ન થશે, માટે સાવધ બને.
વિવિધ માનસિક કલ્પનાઓમાં મગ્ન બનેલ અરે માન! વિષય વાસનાના ત્યાગને માર્ગ નહી શોધો અને ઉભાગે ગમન કરશે તથા આત્મકલ્યાણના સાધનને સ્વીકાર નહી કરે, અને પાપથાનકોમાં જ રાચીમારી રહેશે તે માથું ફેડીને મરશો અગર દરિયામાં પડશે તે પણ સત્યસુખ આવીને હાજર થશે નહી. અત્યાર સુધી તે તમે મને રાજયના તાબામાં છે, મન કહે તે પ્રમાણે કર્યા કરે છે રાગ, દ્વેષ અને મહ-મમતાના તરમાં અટવાયા છે, તેને તમને ખ્યાલ છે? કેટલી શાંતિ આવી મળી? માનસિક તરંગના કુતકમાં કદાપિ શાંતિ હતી નથી માટે તે તરંગને શાંત કરીને સુખના સાગરને શોધે.
For Private And Personal Use Only