________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
307
મળતાં અધિકાધિક ચિન્તાતુર બને છે અને ચિંતાતુર હેઈને
ઈ રસવતી જમે તેનું પરિણામ સારું આવતું નથી. લડાઈમાં ગએલા સૈનિક જે સ્ત્રી પુત્રાદિકની ચિંતા થાય તે તે જરૂર માર ખાઈ બેસે. અગર ભાગી આવીને ઘરભેગા થાય. વૈરાગી બનીને તથા સંવેગી બનીને કેઈ સંયમી સાધુ બને અને જ્ઞાનયાનમાં મગ્ન બને તે સાધુ તરીકે સંયમની રીતસર આરાધના કરી શકે, પરંતુ જે પ્રથમ અવસ્થાની યાદી આવે, સ્ત્રી પુત્રાદિકની ચિન્તા થાય અને વિષય ભોગવવાની ઉત્કટ અભિલાષા જાગે તે તે સંયમને પાળી શકે નહી, એટલે પતિત બને; માટે યુવાવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં પણ સમ્યગજ્ઞાનપૂર્વક સંસારના સ્વરૂપની વિચારણા કરવી. અને વિવેક કરીને ચિન્તાઓથી નિર્મુક્ત બનવું તે હિતાવહ તેમજ શ્રેયસ્કર છે, નહીતર દુઃખને પાર રહેશે નહી. એક દંપતીને ઘણી ચિન્તા હતી. કારણ કે પુરુષ નામર્દ હતું. પરણ્યા પછી તે વિષય લેગવવાને અશક્ત હોવાથી બહુ ચિન્તાતુર રહેતે અને સ્ત્રીને વિષયાસક્તિ અધિક હેવાથી વધારે ચિન્તાતુર રહેતી. બને જણને વ્યાધિ ઉપજી. તેની દવા લેવા માંડી પણ ચિન્તા હેવાથી દવા લાગુ પડતી નથી. કેઈ હિતસ્વીએ સલાહ આપી કે આ ચિન્તા કરવાથી વ્યાધિ મટવાની નથી માટે પ્રથમ તે વિષયાસક્તિની ચિન્તાને ધર્મભાવના ભાવીને ત્યાગ કરે; અને નામર્દાપણું ખસે એવી દવા છે કે જેથી ચિન્તા મૂલમાંથી ખસે. તેની સલાહ માની વિષયાસક્તિના વિપાકે કેવા બૂરાં છે અને પરિણામે પરિતાપ ઉત્પન્ન કરનાર છે. એમ સમજી તેની ચિન્તાને ત્યાગ કરી દવા લીધી. અને વ્યાધિની સાથે મરદાનગી
For Private And Personal Use Only