________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
આ કેવી ભૂલભૂલામણી? જેમકે, એક સિત્તેર વર્ષના રેસા પથારીએ પડ્યા છે, પણ ઘરની ચિન્તા ગઈ ન હોવાથી વારેવારે વલોપાત કર્યા કરે છે. તેને પુત્ર સવવધૂ સાથે એક શહેરમાં કમાવા ખાતર રહેતું હતું તેને ખબર પડી કે પિતા મરણ પથારીએ પડ્યા છે અને મળવાની ઝંખના કર્યા કરે છે. પુત્ર ૨વવધુ સાથે પિતાના ઘેર આવીને પિતાને મળે અને સેવા ચાકરી કરવા લાગે, તે પણ ડોસાને વલેપાત એ છે તે નથી. ત્યારે પુત્રે પૂછ્યું-પિતાજી, ઘરબાબતની ચિન્તા મૂકી દે. જે કાંઈ પુણ્ય ક્ષેત્રમાં વાપરવાની ઈચ્છા હોય તે કહે, કારણ કે તમારી બીમારી ઘણી વધી છે. કયારે પરલેકે સિધાવશે તેની ખબર પડે નહી, માટે પુન્યદાન માટે કહે કે જેથી ચિન્તાને મૂકી ધર્મધ્યાનપૂર્વક સ્વર્ગે જવાય. ડોસાએ કહ્યું કે, બીજી તે ચિતા નથી, પણ તારી ઉમ્મર પચાશની થવા આવી છે. છતાં તારી વહુને દિકરા નથી એની ચિન્તા થયા કરે છે કે, આ સઘળું ધન કણ ખાશે ? અને વંશની વેલ કયાંથી વધશે ? જે તારી સ્ત્રી તને બીજી સ્ત્રી પરણાવવાનું માને તે મને ચિન્તા રહે નહી. તેની સ્ત્રી બહુ સમજુ હતી. તેણુએ કહ્યું કે તમે ચિન્તા મૂકી દે. બીજી પરણશે તે વાંધો ઉઠાવીશ નહી. આ સાંભળી ડોસા શાંત બનીને મરણ પામ્યા. આ સ્ત્રીએ પોતાના પતિને બીજી પરણવાને આગ્રહ કર્યો. તે બીજી પર અને ભાગેદયે તેને પુત્ર થશે. એટલે આનંદને પાર રહ્યો નહી. સાથે જાની અને નવી સંપીલાં હોવાથી કેઈ બાબતની તેના પતિને ચિન્તા નહતી, પણ ત્રણ વર્ષ વ્યતીત થયા પછી જૂની ધર્મ ધ્યાનપૂર્વક સ્વર્ગે ગઈ. નવીને દશ બાર પુત્રપુત્રી થયાં,
ફેસાએ કહ્યું
વરી તારી ઉમર
For Private And Personal Use Only