________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
અજાણી નથી. ભાગ્યોદયે પ્રાપ્ત થએલ સામ્રાજ્યને પણ ગુમાવી નાંખે છે. કેટલાક તે માંહમાંહી કાપાકાપી કરીને મનુષ્યભવની અરબાદી કરીને નરકનિગોદાદિક અધમાધમ સ્થિતિમાં મૂકાય છે કે જ્યાં એક ક્ષણમાત્ર સુખ હોતું નથી; મૈથુન સંજ્ઞામાં વશ અનેલને સારી ભાવના-શુભ વિચારે તથા વિવેક હેતો નથી, કામાંધ બની જ્યાં ત્યાં અથડાયા કરે છે. શારીરિક, માનસિકશક્તિ જોઈતા પ્રમાણમાં રહેતી નથી. સંસમરણ તે થાય ક્યાંથી ? માટે તેને દૂર કરવાને ઉદ્દેશ રાખવું જોઈએ કે જેથી શારીરિક માનસિક શક્તિમાં વધારો થતાં અલભ્ય એ આત્મા સુલભ્ય થાય અને અખંડ અક્ષય સુખની પ્રાપ્તિ થાય. પરિગ્રહવૃત્તિ, જે સર્વ પાપનું મૂલ છે, અને સર્વ પાપને વધારનાર છે. માટે આત્મિક શક્તિ-જ્ઞાન વિગેરેને દબાવનાર છે, માટે તેને દૂર કરો અને અપરિ ગ્રહ વર્તને કેળવી સ્વતંત્રતા મેળવવી તે અભિલાષા રાખવી જોઈએ.
૫૦૯ આ સંસારમાં ધનાદિ પરિવાર હેય તો પણ ચિન્તાએ ખસતી નથી. ધન હેય નહી ત્યારે ધન-પૈસા મેળવવાની ચિન્તા, ધન મળ્યા પછી સ્ત્રીની ચિન્તા, સ્ત્રી મળ્યા પછી પુત્રની ચિન્તા, પુત્રને પરણાવ્યા પછી તેને પુત્ર જે ન હોય તે પણ ચિતા, એટલે કાંઈને કાંઈ ચિન્તાઓ મનુષ્યને સતાવતી હોય છે. આશાને ખાડે કદાપિ પૂરા નથી તે પણ માણસે તેને પૂરવા માટે જીવનની અતિમ ઘડીએ આશાને મૂકતા નથી. ધનાદિક પરિવાર હેય અને પરણાવેલ પુત્રને જે પુત્ર ન થાય ત્યારે આ મારું ધન કેણુ ખાશે? અને જ્યારે પુત્રાદિક દશ બાર હોય તે આ પુત્રાદિક શું ખાશે ? આવી ચિન્તામાં પિતાનું થશે શું? એને ખ્યાલ આવતો નથી.
For Private And Personal Use Only