________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે વિષયાસક્તિથી માનસશક્તિના હાસ થાય છે. સાથે સાથે શારીરિક શક્તિ પણ ઘવાતી હાવાથી ભાવિમાં આવનારી અવદશા ખસતી નથી. જ્યારે અવદશા આવે છે ત્યારે બેસવા માટે આટલા મળતા નથી અને ખાવા માટે રોટલા પણ મળતા નથી. અરે ! પહેરવા માટે વસ્ત્ર પણ મળતુ નથી. આવી પરિસ્થિતિ આવે નહી તે માટે શુભ ભાવનાઓ ભાવીને માનસિક વૃત્તિને નિર્મલ કરવી તે પ્રથમ કર્તવ્ય છે, કે જેના ચેગે શારીરિક સ ́પત્તિની અનુકૂલતા પણ મળી આવે તથા વિષયાસકિત અલ્પ થાય અને અનુક્રમે માનસિક વૃત્તિની દૃઢતા થતાં મૂલમાંથી પણ તેની વાસનાના ત્યાગ થાય. જ્યારે વિષયવાસના ટળે છે ત્યારે અન્તરમાં પ્રભુતા આપોઆપ આવીને હાજર થાય છે. પ્રભુતા કાંઇ વેચાતી મળતી નથી તેમજ લાગવગ લગાડવાથી કે લાંચ આપવાથી આવી મળતી નથી. તે તે વિષયવૃત્તિના ત્યાગપૂર્વક જેમ જેમ મનઃશુદ્ધિ—આત્મિક શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ અન્તરમાં જ પ્રભુતાના પ્રાદુર્ભાવ થતા રહે છે. શરીર-વસ્ત્રાદિકની શુદ્ધિથી એકાંતે માનસિક શુદ્ધિ કદાપિ થતી નથી અને થશે પણ નહી; માટે ગમે તે ભાગે માનસિક શુદ્ધિ કરો અને ભાવનાઓના સત્ય આધાર માનીને આત્માને પૂણુરૂપે પ્રગટ કરી,
૫૦૮, આપણી અભિલાષા થાય તે પ્રમાણે વર્તન રાખવુ તે મનુષ્યજન્મના ઉદ્દેશ નથી; કારણ કે અનાદિ કાલથી આપણેા આત્મા, આહાર-ભય-મૈથુન અને પરિગૃહ સજ્ઞાઓથી અવ્યકત કે વ્યક્તપણે ઘેરાએલ છે, તેથી તે
૨૪
For Private And Personal Use Only