________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮ મલિન બનાવે નહી. નિર્વિકારી આહારની શુદ્ધિપૂર્વક થએલી, તેમજ અનિત્ય-અશરણ-–એકવાદિભાવના ભાવવાથી ઉત્પન્ન થએલી માનસિક શુદ્ધિને બુઝાવા દે નહી. સંસારના વરૂપને વિચારી સદાય મૈત્રીભાવના-અમેદભાવના વિગેરેથી તથા નિષ્કામભાવે તે ભાવનાઓને ભાવી તે ઉત્પન્ન થએલ માનસિક શુદ્ધિનું રક્ષણ કરે કે જેનાથી તે રક્ષિત થએલ મનઃશુદ્ધિ એક્ષમાર્ગની ન બુઝાય એવી દીપિકા બને, મોક્ષમાર્ગ સુગમ અને સરલ થાય, અને અઢળક સંપત્તિ તથા સત્તા પાછળ દેડતી આવે, તેનાથી આધિ, વ્યાધિ ફર ખસે છે. અને સમત્વના અનુભવે આવીને મળે છે. તેના વેગે સામર્થ્ય વેગ આવીને હાજર થાય છે. માનસિકશુદ્ધિ સિવાય મનુષ્યને ગમે તેવી સંપત્તિ–સત્તા પ્રાપ્ત થએલી હોય તો પણ મનની મૂંઝવણ ખસતી નથી–સદાય કાંઈક કાંઈક નિમિત્તને પામી હૃદય બળતું હે છે તેથી જ સત્ય સ્વરૂપને પરખાતું નથી. રાગ-દ્વેષ અને મેહ-મમતાના વિચારોમાં, તેની ભાવનામાં તે આત્મા તથા માનસિકવૃત્તિ તેવા નિમિત્તરૂપ ચગડોળે ચઢીને ભ્રમિત બને છે જેથી સત્યશાંતિ હેય ક્યાંથી?
શુભાશુભ ભાવનાઓ જ, પ્રારબ્ધ-ભાગ્યને ઘડે છે. અનુભવ પણ તે આવે છે. અશુભ ભાવનાવડે મનની શુદ્ધિ હોય તે પણ મલિન થાય છે, અને શુભ ભાવનાથી માનસિક શુદ્ધિ બનતી હોવાથી સંતોષ થાય છે. જે મનુષ્યને શુભભાવનાઓ નથી તેઓની અવદશા પાસે આવતી રહે છે. ભલે પછી વર્તનમાં પુણ્યોદયે વિષયાસકિતમાં તથા મજમજામાં મગ્ન બનેલ હોય, પણ તેના વેગે ઉપજેલી અવદશાને ટાળી શકતા નથી કારણ
For Private And Personal Use Only