________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિ આવી ઉપસ્થિત થાય છે, માટે મૂલમાંથી તેવા મનેજનની વાસનાને ત્યાગ કરવા માટે અનન્ય ભાવથી પ્રયત્ન કરે. પ્રયત્ન કરવાથી ધારેલાં કાર્ય સિદ્ધ થાય છે અને કરેલી મહેનત સફલતાને ધારણ કરે છે.
૫૦૬. મનરંજન કરવા કેટલાક શ્રીમંત, નવા નવા મહેલે બંધાવે છે. વિવિધ રાચ-રચીલાઓને ગોઠવી આદર્શ ભુવન બનાવે છે. મશરૂની તળાઈઓ સુંદર મનહર પલંગમાં પાથરીને સૂવે છે. વળી મહેલની આગળ બાગ બગીચાઓ પણ તૈયાર કરાવી તેમાં જ મનોરંજન માને છે. વળી મનગમતી રસવતીને આસ્વાદ લઈને ખુશી થાય છે, પરંતુ તે મને રંજન કયાં સુધી? જ્યારે વેપાર-ધંધામાં એકદમ પેટે આવી પડે કે કઈ એ માણસ, મેળવેલી મિલક્ત બથાવી પાડે અગર આગ વિગેરેની આફત આવી પડે ત્યારે તે મહેલે, રાચરચીલાઓ, સુંદર મનગમતે પલંગ અને મનગમતી રસવતી કયાં ઊડી જાય છે તેની ખબર પડતી નથી અને મને રંજનના બદલે અફસ, પરિતાપાદિ હાજર થાય છે. કેઈની તે સાહ્યબી પુણ્યના પ્રભાવે ટકે છે પણ માનસિક વૃત્તિઓ કુદંડુદા કરતી હોવાથી ચિન્તાએ ખસતી નથી. કહે હવે મનરંજન ક્યાં રહ્યું ? એટલે જગતના ઈષ્ટ પદાર્થો અનુકૂલતા મળે ત્યાં સુધી મનરંજન રહે અને તે જ પદાર્થો તેમજ વજનવર્ગ, પ્રતિકૂલ થાય તે ચિતાઓ આવીને હાજર થાય છે. આવા મનોરંજનથી સર્યું. ઘડીમાં રહે અને ઘડીકમાં ખસી જાય. એવા મનરંજનમાં કેણું મુંઝાય? માટે સર્વ આળપંપાળને માની તેમજ ક્ષણવિનાશી જાણીને આત્મ
For Private And Personal Use Only