________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩ વાદમાં અને સ્વાર્થમાં રાચીમાચી રહેલા છે, તેઓ જ તેઓના વિકારોમાં ફસાઈ પડે છે. તેથી જ ઇન્દ્રિયે અને મનને વશ કરવાનું દુઃશકય થઈ પડે છે અને ક્ષણભંગુર ઈન્દ્રિાના સુખને સત્ય માની ચારે ગતિની અથડામણમાં અટવાઈ દુઃખી બને છે. વિષયના વિકારમાં જે સત્ય સુખ રહેલું હોય તે કદાપિ તે નાશ પામે નહી, પરંતુ કાયમ રહે તેમજ અન્ય સુખની અભિલાષા થાય નહી. પણ સુખની ઇચ્છાઓ વારેવારે થતી હોવાથી વિષયજન્ય સુખ તે સાચું સુખ નથી પરંતુ ક્ષણ ભંગુર અને ઠગારું છે. આવા ઠગારા સુખમાં, અજ્ઞાનીજને જ ફસાઈ પડે છે અને ફસાઈ પડ્યા પછી તરફડીઆ મારતાં તેમાંથી બહાર નીકળવા ફાંફાં માર્યા કરે છે. વિકારોના વિપાકેની ભયંકરતાને જે સમ્યગ્રાનીને ક્ષણે ક્ષણે ખ્યાલ હોય છે, તે તે સ્વાદમાં અને સ્વાર્થમાં ફસાતા નથી, નિર્લેપભાવે વર્તન રાખે છે. બે મુસાફરોને તૃષા લાગેલ હોવાથી પાણીની
ધ કરી રહેલા છે. તપાસ કરતાં ઘણું કાદવવાળું તળાવ દેખ્યું અને ખુશી થતાં તેની સમીપે તેઓ આવ્યા. એક મુસાફરે કિનારે રહીને પાણી ન પીતાં મધ્યમાં ઝુકાવ્યું. પણ તે પીધું પણ તેમાં રહેલ કાદવમાં ફસાઈ પડ્યો. બીજાએ કિનારે રહીને પાણી પીને તૃષા શાંત કરી અને ધારેલા કાર્ય માટે આગળ ચાલવાને આરંભ કર્યો. ફસાઈ રહેલા મુસાફરે બીજાને કહ્યું કે-તું મને બહાર કાઢ. હું બહુ દુઃખી બન્યા છું. બીજાએ કહ્યું કે-દુઃખને સહન કરીને તું તારી જાતે અળને ફેરવી બહાર નીકળે તે નીકળી શકે એમ છે. તારામાં તાકાત સારા પ્રમાણુમાં રહેલી છે. ફક્ત બલને ફેરવ અને
For Private And Personal Use Only