________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૩ સરોવરની ઊસિએ, કલેલો શાંત થતાં ચશ્માનું પ્રતિબિંબ તેમાં બરાબર પડે છે. તે પ્રમાણે રાગ, દ્વેષ અને મહાદિકના તરગો શાંત થતાં આત્મધ્યાન અને આત્મજ્ઞાનને આવિર્ભાવ થાય છે. રાગ, દ્વેષ અને મહાદિકના વિચારેવડે જ આત્મજ્ઞાન અને ધ્યાન દબાઈ રહેલ છે, તેથી આત્માની શક્તિને વિકાસ થતો નથી અને અવળા ઉમાગગામી વિચારે થયા કરે છે એટલે સારા સાધને મળ્યા હોય તે પણ સારા વિચારોને પ્રગટ ભાવ થતો નથી માટે રાગ, દ્વેષ અને મેહના તરંગરૂપી વિચારોનો ત્યાગ કરવા, આળસને ત્યાગ કરીને સમ્યગજ્ઞાનને મેળવવા માટે સદ્દગુરુઓને સહવાસ રાખવાની અગત્યતા રહેલી છે. તે સિવાય કુવિચારો અને કુસંસ્કારોને ટાળવાને અન્ય ઉપાય નથી. જ્યાં અંધકાર હેય ત્યાં પ્રકાશની જરૂર પડે છે. અને તેના સાધને મેળવવા પડે છે તે પ્રમાણે કુવિચારે અને કુસંસ્કારો પણ મિથ્યાત્વરૂપી અંધકારના સંબંધવાળા છે, તેથી જ સન્માર્ગ સૂઝતું નથી અને સન્માર્ગે વળી શકાતું નથી, માટે પ્રકાશની જરૂર છે. સમ્યગ્રજ્ઞાની સદ્દગુરુ સિવાય પ્રકાશનું અન્ય સાધન નથી, માટે પ્રથમ સદ્દગુરુને સહવાસ કરીને તેઓની આજ્ઞામાં અપઈ જવું જોઈએ. કંચન કામિનીના ત્યાગી આત્મજ્ઞાની ગુરુઓ જ સન્માર્ગે વાળશે અને શુભ સંસ્કારને આપી આત્મવિકાસમાં લાવી મૂકશે. રાગ દ્વેષ અને મહાદિકના સંસ્કારો વડે આપણે અનંત કાલ અનેક ચેનિઓમાં જન્મ મરણ કર્યા. ત્યાં અનંતી યાતનાઓ, વિડંબનાઓ અને વિપત્તિઓ સહન કરી તે વખતે કેઈએ પણ આવીને તેમાં
For Private And Personal Use Only