________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦ ભવની અને પરભવની ભયંકરતા રહેતી નથી. સારા સંસ્કાર પડેલા હોવાથી પરકમાં પણ શુભ નિમિત્તે મળે છે અને કદાચ ખરાબ નિમિત્તો મળ્યા હોય તે પણ તેનાથી દૂર ખસવા પ્રયત્નશીલ બને છે. પાપની, આ લેકની, પરલકની તેમજ અર્ધગતિની જે ભીતિ હોય છે, તેવા ખરાબ માગે માણસે ગમન કરતાં અચકાય છે–પાછા હઠે છે, અને પસ્તા પણ કરે છે, તેથી જ તેઓને સારા સંસ્કાર પડવાના શુભ નિમિત્તો મળી રહે છે અને તેને લાભ તેઓ લેતા રહે છે. સન્માર્ગે વળતાં જ સારા નિમિત્તો આપોઆપ આવીને મળશે. તમારે સારા નિમિત્તની જરૂર છે કે ખોટા અને ખરાબ નિમિત્તાની જરૂર છે? સારા નિમિત્તોની જરૂર હોય તે પાપભીરુ બને કે જેના વેગે આત્માની સાથે લાગેલા નિકાચિત કર્મોના બંધને ઢીલા થાય અને આત્માની શકિત વધતી રહે. સાથે સાથે આબ–પ્રતિષ્ઠા પણ વધે, માટે સારા નિમિત્તો મળ્યા પછી પ્રમાદ કરવો નહી. કેટલાક એવા આળસુ અને પ્રમાદી હેય છે કે શુભ નિમિત્તો આવી મળ્યા હોય તે પણ ખરાબ સોબતથી તે નિમિત્તને લાભ લઈ શકતા નથી અને પાછા સમાજમાં સારા ગણાવાને દેખાવ કરતા રહે છે એટલે તેઓના વિચારો અને કુસંસ્કારે બદલાતા નથી. સમાજમાં-સમુદાયમાં સારા, ગણાવા માટે પ્રત્યેક માણસે પ્રાયઃ પ્રયત્ન કરતા માલૂમ પડે છે. તેમની કપટકળા-દંભલીલાને સુજ્ઞ સજજને જાણી જાય છે અને જે તેમને સમજાવવામાં આવે તે ડંખ રાખીને લાગે મળતાં વિદ્ગોને ઊભા કરતાં વિલંબ કરતા નહી હેવાને કારણે તેઓને સુધારવાને સુઅવસર કયાંથી મળે ?
For Private And Personal Use Only