________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
લીધેલે આનંદ પરાવર્તન પામવાને જ અને તેમનું સ્થાન શેક, ચિતા. પરિતાપ લેવાના, માટે બનાવટી અને કલ્પનાજન્ય આનંદમાં મુંઝાશે નહી અને ભ્રમણામાં પડશે નહીં. એક અસંતોષી લોભી રાજાએ પોતાના રાજ્યની હદમર્યાદા વધારવા માટે બીજા રાજાને હરાવી તેનું રાજ્ય છીનવી લેવાની ધારણા કરેલ હોવાથી પાયદળ-અશ્વદળ-રથદળ અને હાથીની સેના, લાખે એનૈયાના ખરચે વધારીને સર્વ સામગ્રી સહિત ચઢાઈ કરી પણ સામેને રાજા પર્વત પર રચેલા કિલ્લામાં રહેતા હતા તેમજ પ્રજા પણ તે ગઢમાં હતી. તેથી જલદી તેને પરાજય કરી શકાય નહીં. અને ગઢ તથા રાજાને અને પ્રજાને કબજે કરી ન શકેલ હોવાથી વિમાસણમાં પડ્યો. પાછે હઠે તે આબરૂની સાથે સર્વ સામગ્રી લુંટાવાને ભય હતું, એટલે પાછું જવાતું નથી અને ગઢ જતા નથી. મંત્રીની સલાહથી છૂપા પોલીસને એકલી તેને જીતવાની બાતમી મેળવીને બમણુ વેગથી ચઢાઈ કરીને કિલ્લાને જી. રાજા-પ્રજાને પણ કબજે કરી આનંદમાં મહાલવા લાગ્યા, તેવામાં એક જ્ઞાની મલ્યા. તેમણે કહ્યું કે તે રાજ્યની હદ વધારવા ખાતર બહુ પ્રયત્ન કર્યો પણ હારું આયુષ્ય સાત દિવસનું છે, તે ચેતવું હોય તે ચેતી લે? રાજાને આનંદ ઊડી ગયું અને પરિતાપાદિકે સ્થાન લીધું તે પ્રમાણે બનાવટી કલપેલા સુખે રહેતા નથી માટે સત્ય સુખના ઉપાય જે.
૫૦૦. તમે કોઈને આડે આવશે નહી તે બીજાઓ તમારા કાર્યોમાં આડા આવશે નહી. તમે જે કેનું બગાડશે નહી તે અન્ય કે તમારું બગાડશે નહી.
For Private And Personal Use Only