________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪ ૪૯. સ્ત્રીઓ રગમાં આવીને બેસે છે કે ઈડરીએ ગઢ જીત્યા રે આનંદ ભર્યો, પરંતુ તેમને ખબર નથી કે ઈડરીઆ ગઢથી પણ કાંઈક ઘણા આડા રહેલા, અને દૃષ્ટિગોચર ન થાય તેવા તથા અત્યંત પીડાકારક અને યાતનાઓની પરંપરાને વધારનાર ગઢ વચ્ચે પડેલા છે. તેઓને ઉલંઘે અગર જીતે ત્યારે જ આનંદ થાય. અને તે આવેલો આનંદ કદાપિ અલ્પ થાય નહીં, પણ વધતે રહે ઈડરીઆ ગઢને જીતવાથી થએલ આનંદ તે અલ્પ થવાને અને એવા દુઃખદ પ્રસંગે વિલય પણ પામવાને, માટે બહારના ગઢને
જીતવાથી આવેલ આનંદમાં વિશ્વાસ રાખવા જેવું નથી, વિશ્વાસ કરવા લાયક છે ચાર ઘાતીઆ કર્મોના ચાર મહાન ગઢને જીતવાથી થએલા આનંદમાં જ છે, માટે કયાં ભ્રમણામાં ભટકાઈ પડે છે? બહારના મહેટા ગઢના કિલ્લાઓને જીતનારને આનંદ રહ્યો નથી. ક્ષણભરમાં વિલય પામેલ છે માટે કાંઈક હૃદય હોય તે સમજો અને સત્યાનંદ ક્યાં છે તેની અન્તરમાં શેધ કરે. બહાર દુનિયામાં ભટકવાથી કદાપિ નહી મળે અને કદાચ આનંદ મળશે તે બનાવટી કલ્પનાજન્ય, તેમાં શે આનંદ ? નાની ઉમ્મરના બાળકે પણ તમારી માફક બનાવટી ઘરે બનાવે છે, ઢીંગલા ઢીંગલીને પરણાવે છે અને મુઠી લાવેલ ચણા ગાંઠીઆને ખાઈને આનંદ માને છે તેમ જ મહેટા બનાવટી ગઢકિલ્લાઓને બનાવીને પાછા પર૫ર જીતીને ખુશી થાય છે. જ્યારે તેમના માતાપિતા બાવડું પકડીને લઈ જાય છે ત્યારે બનાવટી આનંદ ઊડી જાય છે અને તેનું સ્થાન, શોક-પરિતાપ લે છે. તે પ્રમાણે તમેએ
For Private And Personal Use Only