________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩ માટે બહારના શત્રુઓ કરતાં અન્તરના શત્રુઓને જીતવા પ્રયત્ન કરવાની ખાસ આવશ્યકતા ભવભવ રહેલી છે. જ્યાં સુધી આ શત્રુઓ જાગતા ને જીવતા છે ત્યાં સુધી ભલે બહારના શત્રુએને જીતશે તે પણ તમે સુખેથી જીવન ગુજારી શકશે નહિ. અત્તરના શત્રુઓની તાકાત અનંતી છે. બીજાઓને પરાજય કરશે તે ત્રીજા, ચોથા વિગેરેને તે ઊભા કરશે. તમે કેટલાને હરાવશે ? ભભવ તે શત્રુઓ બહારના શત્રુઓ ઊભા કરવાના તમે કેટલાને પહોંચી વળશે ? બહારના શત્રુએ તે બાહ્ય ધનાદિને લૂંટી જાય છે અને તેઓની પાસેથી ઉપા-પ્રયાસે કરતાં લૂંટાએલ વસ્તુઓ પાછી મેળવી શકાય છે તથા તેઓને કેદમાં પણ પુરાવી શકાય છે, પણ અંતરના શત્રુઓ ઉપર ખાના ઉપાયે કારગત થતા નથી અને લુંટાએલ તથા બાળી નાખેલ વસ્તુઓને લેશ પણ મેળવી શકાતું નથી. બહારના શત્રુઓ લુંટીને પર્વતાદિકમાં સંતાઈ રહેલા હોય તે પણ આપણે બહાદુરીથી અને ચાલાકીથી પકડી પાડીએ છીએ. અન્તરમા શત્રુઓની ગુપ્તતા એટલી બધી ગહન છે કે, બહાર તપાસ કરતાં દષ્ટિગોચર થાય એમ નથી અને ચતુરાઈ વાપરી પકડવા જઈએ તે કદાપિ પકડાય એમ નથી. ભલે પછી જીવન પયત દુન્યવી ઉપાય કરો તે તે ફેગટ જવાના જ, એ તે જયારે સર્વથા આસક્તિને ત્યાગ કરીને તથા યશ કામનાને ત્યાગ કરવાપૂર્વક અન્તરદૃષ્ટિને વાળી ક્ષણેક્ષણે આત્માના ઉપગમાં રહે ત્યારે જ તે શત્રુઓ દેખાય, પકડાય અને દૂર કરાય.
For Private And Personal Use Only