________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
સરલ અને સુગમ થતું નથી. મેક્ષમાર્ગના ગામીની ભાવના નિષ્કામ પરોપકાર કરવાની તથા નિષ્કામ સેવા ભકિત કરવાની
અવશ્ય હોય છે; પંડિતાઈની કે શ્રીમંતની સફલતા કે સાર્થકતા, નિષ્કામભાવે વર્તન કરવામાં અને સદાચારનું પાલન કરવામાં રહેલ છે, તે સિવાય પડિતાઈ કે શ્રીમંતાઈ ચારે ગતિમાં અને રાશી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરાવનારી બને છે.
૪૯૮ માણસે, માને છે કે અમે શત્રુઓને-પ્રતિપક્ષીઓને હરાવીને જીત્યા, પણ તે છત્યા કહેવાય નહી. સાચી રીતે જીત્યા ત્યારે કહેવાય કે અંતરના કામાદિકને હરાવો તે જ જીત્યા કહેવાશે, કારણ કે કામ, ક્રોધાદિક અન્તર. ના શત્રુઓએ તમને અનાદિકાલથી ઘણી હાનિ પહોંચાડેલી છે, આત્માની શક્તિને લૂંટી લઈ તમને અનંતકાલ સુધી હેરાનપરેશાન કર્યા છે; એકેન્દ્રિયપણામાં ધકેલી દીધા છે. ત્યાં અનંત કાલ પર્યત છેદનભેદન સહેવું પડયું હતું. નરક નિદે તે એટલું બધું દુઃખ સહન કરવું પડે છે કે મુખે કહ્યું ન જાય, એટલે અનંત જ્ઞાન-અનંત-દર્શન-અનંત સુખને લુંટી લઈ તે કામાદિકે આપણું બેહાલ દશા કરેલી છે, એવા અન્તરના શત્રુઓને હઠાવે તે સાચી રીતે જીત્યા કહેવાશે. નહીતર બહારના શત્રુએને જીતશો તે પણ હારેલા જ છે. બહારના શત્રુઓને ઉશ્કેરનાર, અવળી બુદ્ધિ આપી ઉન્માર્ગે ચઢાવનાર અને વારે વારે વેગ આપનાર અન્તરના શત્રુઓ જ છે. જ્યારે અન્તરના કામ, ક્રોધાદિક શત્રુઓનું જોર ઓછું થાય છે ત્યારે બહારના શત્રુએનું બલ ઓછું થાય છે અને તેઓનું જોર ચાલતું નથી તેથી જ તે બહારના શત્રુઓ નમી પડી મિત્રતા ધારણ કરે છે
For Private And Personal Use Only