________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૧ તેથી દુન્યવી ગમે તેવા ઉપાય કરો તે પણ શાંત થતા નથી. કેટલાક માણસે એવા હોય છે, કે અહંકાર અને મમતાના યેગે વેગમાં આવેલા વિકારોથી અન્યજનોએ કરેલા ઉપકારને ભૂલી અપકાર કરવાને તૈયાર થાય છે. કેટલાક માણસે ઉપકારને બદલો લેવાની અભિલાષાવાળા હોય છે, પરંતુ શક્તિના અભાવે સામે માણસ ઉપકાર કરવાની શકિતવાળો નહી હોય ત્યારે તેના ઉપર જુલમ ગુજારવામાં બાકી રાખતા નથી. તેઓ પણુ ઉપકારી કહેવાય નહી. પણ સામાએ ઉપકાર ન કર્યો હોય તે પણ ઉપકાર કર્યો જાય, મનમાં કચવાટ થાય નહી અને સમત્વભાવે રહે તેઓને વિકારે સતાવતા નથી. તથા કેટલાક મહાશયે એવા હેય છે કે ઉપકારનો બદલો ઇચ્છતા નથી અને નિષ્કામભાવે જગતમાં ઉપકાર કરતા રહે છે, તથા અપકારીના ઉપર પણ ઉપકાર કેવી રીતે કરે તેવા વિચારવાળા હોય છે. પ્રસંગે તેવા અપકારીના ઉપર ઉપકાર કરીને આનંદી બને છે. આવા નિષ્કામભાવે ઉપકાર કરનાર કહેવાય, પણ જે કે મારા પર ઉપકાર કરે તે જ તેને સહકાર આપું, મદદ આપું-આવા વિચારવાળા હોય તે ખરી રીતે ઉપકારી કહેવાય નહી. નિષ્કામભાવે ઉપકાર કરનારાઓમાં અહંકાર, મમતા, કામક્રોધાદિક ઘટેલા હોય છે અને તેઓ લઘુકમી હોવાથી મોક્ષમાર્ગે સરલતાએ અને સુગમતાએ પ્રયાણ કરવામાં સમર્થ બને છે તથા જેઓ અયકારી પર ઉપકાર કરતા નથી પણ ઉપકારી પર ઉપકાર કરે છે તેઓને જગતમાં યશ-કીર્તિ પ્રાપ્ત થાય છે, પણ મેક્ષમાગે જહદી ગમન કરવા સમર્થ બનતા નથી અને તેમને મેક્ષમાર્ગ
For Private And Personal Use Only