________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦ ભાગી જશે અને સાચા અધિકારી બનશે. અક્ષયપદને પ્રાપ્ત કરીને અનંત રદ્ધિ-સિદ્ધિ અને બુદ્ધિને મેળવશે. અદ્યાપિ પર્યત વિષય કષાયોના વિકારોને પોષણ આપી તમાએ આત્મિક લાભ કેટલે પ્રાપ્ત કર્યું? પાછળ દોડતી આવતી જરાપી રાક્ષસીને નિવારી સૂતાં બેઠતાં અગર ખાતાપીતાં ચિન્તા કરાવનાર સાત ભયે નિવાય કે વારેવારે થતી વ્યાધિઓને હઠાવી? તેમાંનું તે તમારાથી કાંઈ બની શક્યું નથી અને તે પ્રમાણે કરવાની તમારામાં હાલમાં તાકાત નથી, કારણ કે જે શક્તિ છે તે તે વિષય અને કષાયોએ કબજામાં લીધી છે એટલે તમારું જોર ચાલતું નથી માટે વિષયકષાયને મૂલમાંથી નિવારે, અસારમાંથી સાર મળશે.
૪૭. નિષ્કામભાવે સેવા કરવામાં આસક્તિ ઓછી થાય છે. વિષય કષાયની તીવ્ર બનેલી વાલાએ, સાંસારિક સુખને ભેગવવાથી શાંત થશે નહી. ઉટી વધવાની જ, માટે તેઓમાં ફસાતા નહી; અળગા રહીને તેણીઓને બુઝાવવા માટે સમ્યજ્ઞાન ચારિત્રની ખાંડાના ધારની માફક આરાધના કરે. ઉત્પન્ન થએલ આગને બુઝાવવા માટે જેમ પણી છે, તે જે બરોબર પડે તે આગની જવાલાની તાકાત રહેતી નથી. તે પ્રમાણે વિકારોની વાલાઓ બુઝાવવાને પણ ઉપાય છે. જે સમ્યકીત્યા વર્તન રાખીને વિકારના પરિણામને વારે વારે વિચાર કરે તે શાંત થાય, અને આત્મબળ વધતાં અનુક્રમે મૂલમાંથી નાશ પણ પામે; સકામભાવે વર્તન રાખવાથી વિષય કષાયના વિકાર ઉત્પન્ન થાય છે અને તેમાં અહંકારાદિકનું પિષણ મળતાં તે વિકાર વકરે છે, વેગમાં આવે છે
For Private And Personal Use Only