________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯ ૨માંથી સાર ગ્રહણ કરીને તે દુખમય, દુ:ખજનક, દુખપરંપરાને દૂર હઠાવે છે. જેને સમ્યગજ્ઞાન નથી તેજ સંસારને દુઃખરૂપ બનાવી દુઓનું ભાજન બને છે; બુદ્ધિનું સારું કાર્ય તેજ કહેવાય કે અસારમાંથી સાર ગ્રહણ કરીને સુખી બને. બુદ્ધિને બગાડનાર જે કઈ હેય તે વિષય કષાયના વિકારે જ છે.
જ્યારે વિષય કષાયથી માણસે વકરે છે ત્યારે તેઓને ભાન રહેતું નથી કે આ કાર્ય કરું છું તેમાં લાલ છે કે ગેરલાલા છે, એટલે અવિચારી કાર્ય કરી બેસે છે અને અવિચારી એલી નાખે છે; પરંતુ જ્યારે તેઓનું દુઃખદાયી પરિણામ આવે ત્યારે તેઓને કાંઈક ખ્યાલ આવે છે અને મનમાં પસ્તાવે કરે છે, પરંતુ તે પસ્તાવાનું ફલ પાછા વિકારે ભરખી જાય છે એટલે આવી પડેલી વિડંબનાએ અને આતેને ભૂલી એને એ માર્ગે ગમન કરે છે તેથી તેઓને દુખે-યાતનાઓને અંત આવતું નથી; વિષય કષાયના વિકારોમાં ઘેરાએલ ચિન્તાએના પિકારો કરતાં જીવન વ્યતીત કરે છે. કેટલાએક તે આફત આકરી પડતાં ગળે ફાંસે ખાય છે અગર દરિયામાં પડી જીવનને અંત આણે છે અગર સળગી મરે છે. આવા અદ્ધિવિહીન માણસે આ ભવ તથા પરભવ બેને ય બગાડે છે; એટલે આ ભવમાં જે કષાય વિષયના વિકારોથી વકરેલા હોય તે પરભવ સુધારવામાં સમર્થ બનતા નથી, અને સત્યસુખને લેશમાત્ર પણ અનુભવ લઈ શકતા નથી. વસ્તુતઃ વિષય કવાયના વિકારે તેજ સંસાર કહેવાય, કારણ કે કલેશ સિવાય અન્ય ફલ તેઓનાથી મળી શકતું નથી; સન્માર્ગે પ્રયાણ કરીને અત્મિક અનતા શુને મેળવે છે જેથી અનાદિકાલની ભાવટ
For Private And Personal Use Only