________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધન માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓને વશ કરવા પ્રયત્નશીલ બનવું તે આવશ્યક છે. પાપ પ્રવૃત્તિઓથી આત્મવરૂપને અનુભવ આવતું નથી પરંતુ તેઓથી આત્મા પર આવરણે અધિકાધિક આવે છે અને આવરણથી આચ્છાદિત થએલા આત્માને પિતાના ગુણનું પણ ભાન રહેતું નથી. પ્રથમ ઉત્તમ આલંબન લઈને વૃત્તિઓ સ્થિર કરવા પ્રયાસ કરે તે અનુક્રમે સ્થિરતાની દઢતા થતાં તે આલંબનની પણ આવશ્યકતા રહેતી નથી અને પોતે સ્વતંત્ર બનીને અનંતસુખને અનુભવ લીધા કરે છે.
બુદ્ધિમાને, આંખના પલકારાઓથી તેમજ ચેષ્ટાથી સમજી જાય છે અને સહજ સૂચનાથી સન્માર્ગે વળી આત્મકલ્યાણને સાધવા ઉદ્યમવંત બને છે. ચતુર વ્યાપારીની માફક, આત્મજ્ઞાનીએ સંસારના દુઃખદાયક બનાવોને દેખી સ્વયમેવ સમજી આત્મજ્ઞાન અને આત્મધ્યાનમાં રમતા કરે છે તથા પંડિત ભવિષ્યને લાભ વિચારીને ભણવા-ભણાવવા-વિચારવા અને નવા ગ્રન્થ બનાવવામાં આપોઆપ સમજી પ્રયત્નશીલ બને છે. ત્યારે અહંકારી-અભિમાનીએ તે વાદવિવાદ-કલહકંકાસમાં ઘણે સમય વ્યતીત કરે છે અને સર્વસ્વ ગુમાવી બેસે છે.
૧૫. આ ભવમાં ચિનતાઓ બહુ થાય નહિ અને પરલોક સુધરે એટલે સારા સંસ્કાર પડે તે પ્રમાણે પ્રયત્ન કરે તે આવશ્યક છે. આ પ્રયત્ન મનુષ્ય ભવમાં જ બની શકે એમ છે, અન્ય ભામાં બનશે નહિ. મનુષ્યભવમાં વિષયકષાયને ત્યાગ કરી જે શક્તિ મેળવવી હોય તે મેળવી શકાય છે. શારીરિક, માનસિક અને આત્મિક શક્તિઓ તેમજ
For Private And Personal Use Only