________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
મહામહેનત અને મહાકણ તમેએ સહન કર્યું, પણ રાગષ અને મોહ-મમતા તે હાજર ને હાજર રહ્યા, અને ચિન્તાની જાળમાં પડ્યા છે તે સફલતા કેમ કહી શકાય ? તમે સફલતા શાથી પ્રાપ્ત થાય અને સત્ય સુખ કયા સાધનાથી પ્રાપ્ત થાય તે બરાબર જાયું નથી. તે સફલતાનું સાધન સમીપે જ છે, તેને માટે તે કાયા–માયાની મમતાને ત્યાગ કરીને તપ જ૫ ગ્રતાદિકને આરાધવા જોઈએ અને તનમનના વિકારોને ટાળવા માટે સારી રીતે સાવધાની રાખવી જોઈએ.
૪૫. વિકારે, સંપત્તિ-સત્તા અને વૈભવ જીવનને સલ કરવા દેતા નથી. અલ્પ જીવનમાં માનસિક, વાચિક અને કાયિક વિકારેને વધારી મનુષ્ય ઘણું ગુંચવણ વધારી મૂકે છે, અને જ્યારે પોતાની બુદ્ધિથી તે ઉકેલાતી નથી ત્યારે અન્યના ઉપર દોષનું આપણુ કરે છે, અને પાછી ગુંચવણેને વધારતા જાય છે એટલે તેને અંત આવતો નથી, માટે પ્રથમ વિકારે વધે નહી તે પ્રમાણે ખાવાપીવામાં સાવધાન બનવાપૂર્વક તપ જપાદિ કરવાની આવશ્યકતા છે. જો કે મૂલમાંથી તે વિકારને દૂર કરવાની કેશીશ કરવી તે તે અતિ ઉત્તમ અને શ્રેયસ્કર છે, પણ મૂલમાંથી તેઓને ત્યાગ કરવાના શક્તિ ન હોય તે તે વિકારેને વધારવા તે ન જોઈએ, કારણ કે વિકારે વિષ કરતાં ભયંકર અને ભવોભવ કારમી યાતના ઉત્પન્ન કરનાર છે. સમ્યગજ્ઞાનીઓ પણ જે વિકારને વશ બને તે પતન થયા સિવાય રહેતું નથી. વિકારે માનસિક યુદ્ધતાને મલિન કરી અવળી બુદ્ધિ ઉત્પન્ન કરે છે, અને સારાં અગર બૂરાં કામ કરી બેસે છે. આ વિકારો એક પ્રકારની
For Private And Personal Use Only