________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪ કાઢી મૂકવા માટે આ તેફાન દરરેજ કર્યા કરે છે, કારણ કે મારા ભયથી ઈદે વતી શકાતું નથી. એટલે ભૂલ ન હોય તે ભૂલે કાઢીને મારા પિતાને વારે વારે પજવે છે. મારા પિતાને ઘણું ચિન્તા અને પીડા થયા કરે છે માટે આ ઘરમાંથી બહાર નીકળું તે ઠીક. ભાગ્યાનુસારે જીવન પૂરતી સાધન સામગ્રી મળી રહેશે. આ પ્રમાણે વિચારી પિતાને સમજાવીને ઘરમાંથી નીકળી બહાર ગામમાં ગયે. ત્યાં પણ શુભાચારના યોગ અને પ્રવિતા ચગે એક મોટા વેપારીના વાતર તરીકે રહ્યો. આ વેપારી શેઠે તેની ચાલાકી તથા આવડતના ગે તથા સદાચારથી તેને માટે મુનીમ બનાવ્યા અને થોડા વર્ષોમાં ભાગીદાર બનાવીને પોતાની સારા સંસ્કારવાળી જે કન્યા હતી તે તેને પરણાવી. તેથી આ પુત્ર આનંદમાં રહેવા લાગ્યો. ન્યાયપૂર્વક વ્યાપાર કરવાથી ભાગ્યયોગે લક્ષાધિપતિ બન્યા, ગામમાં પણ પ્રશંસાપાત્ર થયે; અહીંઆ નવી સ્ત્રીને કોઇની ભીતિ નહી રહેલી હોવાથી સવચ્છેદી બની. અને પિસાઓ મેજશેખમાં ઉડાડવા લાગી. સંતાનો પણ તેવા પાક્યા. શેઠને હવે તે દુઃખને પાર રહ્યો નહી. પણ સંસારની અસારતા જાણતા હોવાથી સહન કરી લેતા. છેવટે ધર્મધ્યાનના ગે આયુષ્ય પૂર્ણ થયે કાલધર્મને પામી વર્ગે ગયા. આ બાયડીએ તથા પુત્રોએ રંગ-રાગમાં, સાત વ્યસનેમાં સઘળી મિલકતની બરબાદી કરી નાંખી; આબરૂ પણ નષ્ટ થઈ. ગામના લેકે તે તેના તરફ જતાં પણ નથી. વ્યસની દુરાચારી પુત્ર, માતાને ગાળો ભાંડી, કલહ કંકાશ કરીને પણ તેણીની પાસેથી પૈસા પડાવીને દુરાચારમાં જ
For Private And Personal Use Only