________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩ કહ્યું; ઘરના કાર્યોમાં ખામી આવતી હોવાથી તે વજનવર્ગનું કથન માન્યું અને બીજી વાર શેઠે એક કુસંસ્કારી કન્યા સાથે લગ્ન કર્યું. કન્યાના માતાપિતાને મહેટી થએલ. હોવાથી પરણાવવાની ઈચ્છા હતી પણ શેઠે બરાબર તપાસ કરી નહી અને તે કન્યાને પરણું સ્વપત્ની બનાવી. આ પત્ની ધીરે ધીરે સ્વપતિ, કબજામાં આવે તેવી રીતે ઘાટ ઘડવા લાગી. બે ત્રણ વર્ષ તે ઠીક ઠીક ચાલ્યું પણ આગળ જતાં કુવિચાર અને કુસંસ્કારના વેગે આખા ઘરની સંપત્તિ તથા પતિ વશમાં આવે તે મારા સંતાનને ભવિષ્યમાં સુખ મળશે, નહીતર જૂનીના દીકરાના કબજામાં રહેવું પડશે અને તેની આજ્ઞા પ્રમાણે વર્તન રાખવું પડશે. આમ વિચારી પ્રથમ પિતાના પતિને વશ કરીને સઘળી મિલ્કતને કબજામાં કરવા માટે કહેવા લાગી અને સાથે સાથે દંભથી સેવા કરવા લાગી. શેઠને છે કે આ વાત ગમતી નથી પણ તેણીના વશવર્તીપણાથી પ્રથમના પુત્રને વિસારી સઘળી મિલકત તેણના નામે ચઢાવી દીધી. હવે પતિ તથા મિલકત કબજામાં આવ્યા પછી એક પુત્રની ભીતિ રહેલી હોવાથી તેને ઘરમાંથી બહાર કાઢવા માટે ભૂલ ન હોય તે પણ દૂધમાંથી પારાની માફક ભૂલ સવપતિને દેખાડવા લાગી. શેઠ નવીને કહે છે કે આ ભૂલ બતાવે તે ખરી નથી. મારે પુત્ર ડાહ્યો ને કુશળ છે, બનતા સુધી તે. બહુ સાવધાન રહે છે અને ભૂલ થવા દેતા નથી. માટે જંપીને બેસ અને હવે જંપીને અમને બેસવા દે તે ઠીક.
આ સાંભળી આ સ્ત્રીએ કલહ કરવા માંડ્યો. દરરોજ કલહ થતું હોવાથી સંસ્કારી પુત્રે વિચાર કર્યો કે-મને ઘરની બહાર
For Private And Personal Use Only