________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
પાલન દુષ્કર બનતું નથી. સંયમ સિવાયનું મનુષ્યજીવન તે સાચું જીવન નથી પરંતુ પશુ જીવન છે; માટે સંયમને કેળવવાની ભાવના રાખવી.
૪૮૯. સત્તા અને સેવાને મેળ પ્રાયઃ થતો નથી; કારણ કે સત્તામાં મદ થવાની સંભાવના રહેલી હોવાથી પોતાની આજ્ઞામાં જનતા કેમ રહે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તન રાખે, તેવી ભાવના રહેલી હોવાથી, સેવાધર્મ કેવી રીતે બજાવ તેનું ભાન રહેતું નથી. આજ્ઞા પ્રમાણે વર્તન કરાવવામાં જ પ્રયત્ન કરાય છે. સેવા ધર્મમાં તે નમ્રતા, સરલતા, નિરહંકારિતા અને સહન કરવાની શક્તિની આવશ્યકતા છે ત્યારે સત્તામાં અહંકાર, મમતા, ક્રોધાદિક વિગેરે રહેલાં છે એટલે સત્તાધારીઓ વડે સેવા ધર્મને બજાવી શકાતું નથી. સેવાધર્મનું પાલન કરવાથી સત્તા સિવાય પણ જનતા, આમેન્નતિમાં, વ્યાવહારિક કાર્યોમાં પણ ઘણે લાભ લઈ શકે છે. એટલે સત્તાના કરતાં સેવાધર્મમાં સ્વપરને ઉદ્ધાર અને ઉન્નતિ રહેલી છે, એવા ધર્મથી પ્રાપ્ત થએલા લાભનું કદાપિ પતન થતું નથી અને સત્તાથી મળેલા લાભને ખસતાં વાર લાગતી નથી તેમજ સ્વપરની ઉન્નતિ સધાતી નથી, માટે સત્તા કરતાં સેવા બળવતી છે અને લાભ અત્યંત આપનાર છે. સત્તાધારીની નામના ચિરકાલ રહેતી નથી, પરંતુ સેવા ધર્મને બજાવનારની નામના ઘણાકાળ સુધી રહે છે; માટે સત્તા ધારીએ, સેવા ધમને વિસર ન જોઈએ. જો કે તે કઠિન તે છે પણ લાભને પાર નથી. જે સત્તાધારીએ અહંકાશદિને ત્યાગ કરી
૨૨
For Private And Personal Use Only