________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬ તેઓનું જીવન ગણાય છે. પશુઓમાં અને મનુષ્યમાં તફાવત માત્ર વિવેકબુદ્ધિને છે. પશુઓને દશ પ્રમાણે અને છ પર્યાપ્તિ હાય, ચારે સંજ્ઞાઓ હોય છે, પણ વિવેકબુદ્ધિને અભાવ હોવાથી તેઓ પોતાના જીવનમાં ક્રાંતિ લાવી શકતા નથી અને જ્ઞાન દશામાં આવી શકતા નથી. મનુષ્યને તે વિવેકશક્તિ હિાવાથી સત્સમાગમ મળતાં ચારે સંજ્ઞાઓને વિવેકબુદ્ધિદ્વારા કબજે કરીને પોતાના જીવનને વિકાસ સાધી શકે છે અને સંપૂર્ણ આત્મવિકાસ સધાતાં મેક્ષના સુખને મેળવી જન્મ મરણના બંધને મૂલમાંથી તેડી નાંખે છે. સાદાઈ, સારા સંસ્કાર અને સંયમ આ ત્રણેય ગુણો એક બીજા પરસ્પર સહકાર આપે છે, અને તેના ગે તેઓ પુષ્ટ બને છે. જે સાદાઈ ન હોય અને ઉદ્ભટતા રહેલી હોય તે સારા સંસ્કાર પડતા નથી, માટે શુભ સંસ્કાર પાડવામાં સાદાઈની પણ જરૂર રહેલી છે, એટલે સાદાઈ શુભ સંસ્કારમાં સહકાર આપે છે શુભ સંસ્કારમાં સહાય કરે, તેને જ સાદાઈ માનવી. સાદાઈ સહિત પડેલા શુભ સંસ્કારો વડે સંયમની ભાવના જાગે છે અને ભાવનાથી સંયમનું સારી રીતે પાલન થાય છે, અને સંયમની આરાધના કરવાથી જે મેઘેરે મનુષ્યભવ મળે છે તેની સફલતા થાય છે. અને ઉપરોક્ત ત્રિપુટીની આરાધના કરનાર, આઝાદીનું રક્ષણ કરીને આબાદીને મેળવે છે. જે તેની પાલના કરે નહી તે બરબાદીને આવતા વિલંબ થતું નથી. દરેક વ્યક્તિ જે મોજમજાને ભેગ-વિલાસને ત્યાગ કરી સંયમને કેળવે તે સાદાઈ અને શુભ સંસ્કારે અવશ્ય આવ્યા સિવાય રહે નહી. સાદાઈ સાથે સંસ્કારપૂર્વક વર્તન કરનારને સંયમનું
For Private And Personal Use Only