________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪ અણુ હુને આત્મિક લાભ કેટલે મળશે? આમ વિચારતાં પરિવારને ગર્વ રહી શકતું નથી, તેમજ શરીર ભલે શક્તિમાન હાય, જુવાનીનું જોર ભરપૂર હોય તે પણ વૃદ્ધાવસ્થાને આવતાં વિલંબ થતું નથી તેમજ આધિ વ્યાધિના વેગે યુવાવસ્થાનું જેર કમી થવાનું, અગર નાશ પામવાનું તેમજ તે શક્તિના આધારે કેટલા સત્કાર્યો થયા ? આ પ્રમાણે વિચાર ને વિવેકથી વિકારે રહેતા નથી અને નમ્રતા-સરલતા આવી હાજર થાય છે.
૪૮૭. સમ્યજ્ઞાન જલદી ચેતી જાય છે. સમ્યગ. જ્ઞાનીને પણ કષાય હોય છે, પરંતુ કષાયની અલ્પતા હોવાથી વધારે વખત રહી શકતો નથી, તેવા પ્રસંગે કઈ ચેતવનાર ઉપગ આપનાર જે કઈ હોય તે તે શમી જાય છે.
સમ્યગુજ્ઞાની એવા હરિભદ્રસૂરિના બે શિષ્ય બૌદ્ધગુરુની પાસે ન્યાયના તથા તેમના શાસ્ત્રને સાંગોપાંગ અભ્યાસ કરવા ગયા. અભ્યાસ કરતાં બૌદ્ધોને ખબર પડી કે આ બે વિદ્યાર્થીઓ જૈન સાધુઓ છે અને આપણું શાસ્ત્રને અભ્યાસ કરીને આપણું ધમનું ખંડન કરશે. આમ ધારી તેઓને મારી નાંખવા તૈયાર થયા. તેટલામાં તે શિષ્ય ચેતીને નાશી ગયા પણ માર્ગમાં તેઓએ મોકલેલા મારાઓએ તે બે શિષ્યને મારી નાંખ્યા. આચાર્ય–હરિભદ્રસૂરિજીને ખબર પડી; દોધાવેશમાં આવીને મંત્રના બલથી તેઓને આકર્ષી ૧૪૪૪ ને મારી નાંખવા તૈયાર થયા. તે અરસામાં સાવજ-યાકિનીમહત્તરાને ખબર પડી; તેથી સૂરિજી પાસે આવીને કહેવા લાગ્યા-ગુરુદેવ! આજે માર્ગમાં ગોચરીથી આવતાં એક દેડકી
For Private And Personal Use Only