________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
મલી હોય કે દેવના જેવી સંપત્તિ મળી હોય તે પણ આત્માથી અને આત્મિક ગુણાથી ભિન્ન છે, જેમાં આત્મિક ગુણે અને તે ગુણને સહકાર આપવાની તાકાત નથી. તે સઘળા પરગુણે છે, અને પર જડપદાર્થોના ગુણેથી આત્માને શો લાભ થવાને? તે પદાર્થો, આત્મા સાથે લાગેલા નિકાચિત કર્મો દર કરવામાં શક્તિ ધરાવતા નથી, તેમજ સત્ય આત્મવિકાસમાં સહકાર આપવા સમર્થ પણ નથી; તે શા માટે તેને સંબંધ દૂર ન કર જડના સંબંધથી આત્મા જડ જે બની બેઠેલ છે માટે તેનું ભેદજ્ઞાન કરીને સત્ય સવરૂપને ઓળખવામાં સદાય તત્પર બનવું.
૪૮૩. દયા-દાન કરવાની ભાવનાવાળા ધમજનોએ દયાના સ્વરૂપને વિચારીને તેના સાધન તરફ લક્ષ્ય આપવું જોઈએ. તેને વિચાર કર્યા સિવાય કઈ વખતે અદયા જેવું બને.
પાલીતાણામાં યાત્રા કરવા આવેલ એક કુટુંબે તળાટી જવા માટે ઘોડાગાડી કરી. આમાં ચાર માણસે બેસી શકે એટલી જગ્યા હતી, પણ બીજી ગાડી કરવી ન પડે તે ખાતર ગાડીવાળાને ચાર આના વધારે ઠરાવી, પાંચ માણસે તેમાં બેઠા. લેભથી ગાડીવાળાએ પણ તેઓને બેસાડ્યા પરંતુ વજન વધારે પડતું હોવાથી, ઘોડા ધીમે ધીમે ચાલવા લાગે; તેથી તેના માલીકે ચાબુક લગાવવા માંડી. ચાર પાંચ ચાબુક લગાવ્યાથી તેમાં બેસનારને દયા આવી ને તેમાંથી એક વ્યક્તિએ કહ્યું કે–ભાઈ ઘેડાને ચાબુકે માર નહી; તે અબોલ પ્રાણી બહુ પીડા પામે છે. ગાડીવાળાએ કહ્યું કે બહુ ધીમે ચાલતે
For Private And Personal Use Only