________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૮
છે, પણ મમતા તે રહેલી હોય છે, તેથી જ તે તે વસ્તુઓને સંગ થતાં મમતાના એગે તેમાં લપટાય છે અને પાછા દુઃખી જીવન ગુજારે છે.
મમતાની મૂંઝવણમાં પડેલા માનવીઓ, જે વસ્તુ હોય નહી તેને દેખે છે અને દેખવા માટે પ્રયાસ કરી રહેલ હોય છે, પ્રયાસ કરતાં જ્યારે મનગમતી વસ્તુ મળતી નથી ત્યારે ગમગીન બની બીજાઓના ઉપર દેકારો પણ કરીને કર્મોને બાંધી રહેલ હોય છે, સઘળી મુંઝવણ કરતાં મમતાની મુંઝવણ અધિક પીડાઓ આપે છે. અન્ય મુંઝવણની દવા હોય છે પણ મમતાથી ઉત્પન્ન થએલ મુંઝવણની દવા જોઈતી જડતી નથી, તેથી ગમે તે ત્યાગ હોય તો પણ મમતાને ત્યાગ કર્યા સિવાય આત્મા સ્વાધીનતાને પ્રાપ્ત કરી શકતા નથી.
૪૭૯ ગૃહસ્થપણુને ત્યાગ કરી વૈરાગ્યથી દીક્ષિત થએલા મુનિઓ, તપ, જપાદિ ક્રિયાઓ કરીને સદ્ગુણેને પ્રાપ્ત કરે છે, પરંતુ જે મમતારૂપી રાક્ષસીને ત્યાગ થાય નહીં તે, તે મમતા સર્વ ગુણને હરણ કરી સ્વસ્થાન સારી રીતે જમાવે છે, અને તેથી જ તે મુનિએ બાહ્ય પદાર્થને સંગ્રહવાની અધિક ભાવના રાખે છે અને તેમાં પ્રતિબદ્ધ બની તે પદાર્થો ખાતર કલેશ-કંકાસ પણ કરી બેસે છે. શા માટે દીક્ષા લીધી ? તેનું ભાન તેઓને રહેતું નથી માટે પ્રથમ મમતાને ત્યાગ કરીને તપ-જપાદિ ક્રિયાઓ જે કરવામાં આવે તો તે ક્રિયાઓ સફલ બને અને આત્મવિકાસ સધાય. - ૪૮૦. પુત્ર, પત્ની વિગેરેમાં મમતાના આધારે મુખ્ય
For Private And Personal Use Only