________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬ ભાગે, સંખ્યાત-અસંખ્યાત ભાગે પણ આવી શકે નહી; તે પછી પ્રાપ્ત થએલ વિનશ્વર અલ્પકાલ સ્થાયી સત્તાને તેમ જ સંપત્તિને અભિમાન લાવી અહંકાર કરે તે વૃથા છે. અહકાર કરે તે વ્યાજબી ત્યારે જ કહેવાય છે તેવી એટલે તીર્થંકર મહારાજ જેવી સત્તા અને શકિતને પ્રાપ્ત કરો તે; નહીંતર તે અહંકાર અને અભિમાન, કરનારનેજ થકવે છે, દીનતા અને હીનતાની અવસ્થામાં લાવી મૂકે છે, અહંકાર અભિમાન કોઈને કદાપિ છાજતે નથી, તે તે અજ્ઞાનતા જન્ય કર્મ બંધના વિકારે છે. | સર્વે અજ્ઞાનતાજન્ય કર્મોના બંધના વિકારો ટળે છે, ત્યારે જ કઈ પણ સ્થિતિમાં નહી અનુભવેલ સુખશાંતિને અનુ. ભવ થાય છે, માટે જે સત્તા અને સંપત્તિ તમને પ્રાપ્ત થએલ છે, તેમાં અહંકાર મૂકી નિરહંકારી બને; અને સત્ય અહંતાને શોધી કાઢી, વિકારેમાં મુંઝાએ નહી; નમ્રતા, સરલતા, સંતોષ અને ક્ષમાને ધારણ કરીને સત્ય અભિમાની બને.
૪૭૭. મમતામાં જે મગ્ન બનેલ છે તે જીવતાં મરણ પામેલ છે. અગર મરી રહેલ છે, કારણ કે પૌગલિક પદાર્થોની મમતાના આધારે પ્રાણુઓ આત્મભાન ભૂલી અનંત મરણ જન્મ કરે છે, પ્રાપ્ત થએલા આયુષ્યને પણ સંપૂર્ણ ભેગવી શકતા નથી; અને જલદી આયુષ્ય ખતમ થાય છે; માટે જ તેને ત્યાગ કર આવશ્યક છે. મમતાને ત્યાગ થાય છે ત્યારે જ સમ્યગ જ્ઞાનપૂર્વક સમતા આવી હાજર થાય છે. સમતાથી પ્રાણીઓ, જન્મ મરણની વિડંબનાઓને
For Private And Personal Use Only