________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
વચને બેસવાથી અસરજી ઉપાધિ આવીને હાજર થાય છે અને ધારેલું કાર્ય પાર ઉતરતું નથી, માટે પ્રથમ અહંકાર અને અભિમાનના વચનને ત્યાગ કરવા વિચારણા અને વિવેક લેવા જોઈએ. તેવાં વચનેથી હરિફાઈ તથા ઈષ્ય જન્મે છે અને વિવિધ પ્રકારના વિકલ્પ અને સંકલપ વધે છે, તેથી આત્માના ઉપર આવરણ થાય છે તથા મન પણ વધારે ચંચલતા ધારણ કરે છે; આત્માના ઉપર આવરણ વધતાં તેમજ મન ચંચલ બનતાં, સત્ય શાંતિને સ્થાને અશાંતિને આવવાને અવકાશ મળે છે, માટે વિપત્તિઓ અને વિડંબનાઓને જે ત્યાગ કરવું હોય તે પ્રથમ અહંકાર તથા અભિમાનનાં વચને બેલવાનું બંધ કરો. ત્યારબાદ વ્રત-નિયમને ધારણ કરીને શરીરને તથા મનને કસવા તત્પર થાઓ. જુઓ તે ખરા, કે આનંદ આવે છે? કઈ પ્રકારે કલેશ-કંકાસનું વાતાવરણ રહેવા પામશે નહી; સઘળું એ જગત આનંદરૂપ ભાસવાનું, શમ-સંવેગ-વૈરાગ્ય-અનુકંપા તથા આસ્તિયના આસ્વાદને જરૂર અનુભવ થવાને, મન અને કાયા નિયમબદ્ધ બનવાની; અને આરાધેલ ધર્મનાં ફલે જલદી મળી રહેવાનાં જ.
૪૭૬. તીર્થકર મહારાજાઓએ, જે શકિત અને સત્તા મેળવી છે, તે બાહ્ય સમૃદ્ધિના આધારે મેળવી નથી. તેમણે જે અનંત શક્તિ અને સત્તા મેળવી છે તે અહંકાર, અભિમાન તેમજ મમતા વિગેરે દુર્ગાને ત્યાગ કરવાથી જ મળી છે. જે શક્તિ તેમને મળી છે, તેની તુલનામાં દેવની તથા સજા મહારાજ તેમ જ ચકવીઓની સત્તા અને શક્તિ શતાંશ
For Private And Personal Use Only