________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪ આતરિક મળને ત્યાગ કરવા સદ્દગુરુને શરણે જાઓ. જયારે પેટમાં મલ ભરાય ત્યારે શરીરની શક્તિ તથા શરીર મંદ પડે છે, તેવી રીતે આત્માની સાથે ચીકણ કને મલ લાગુ થએલ હોવાથી, આત્મા શક્તિહીન બનેલ છે તેથી તેને કાંઈ પણ આત્મકલ્યાણ સૂઝતું નથી, નાહક વિષય કવાયના વિકારમાં લુબ્ધ બની મનુષ્ય ચાર ગતિમાં અટવાઈ રહ્યા છે, અને અનંત કષ્ટ જોગવી રહેલ છે. જે તે મત ઓછો થાય અગર મૂલમાંથી ખસે તે, જે આત્મશક્તિ છે તેને પ્રાદુર્ભાવ થાય; અને અનંતજ્ઞાન ઝળહળી ઉઠે, તેને માટે સદુગુણની પ્રથમ જરૂર છે, તેથી સદ્ગુની પાસે વિનયપૂર્વક ઉપદેશ સાંભળ અને સાંભળી શ્રદ્ધા સહિત વર્તનમાં મૂકવા પ્રયાસ કરવો જોઈએ. સદ્ગુરુ ફરમાવે છે કે પ્રથમ અહંકાર, અભિમાન તેમજ મમતાને ત્યાગ કરી નિયમબદ્ધ બને જેનાથી રાગ-દ્વેષ અને મહિના ઉછાળા વધે છે, તેવા ખાનપાનાદિક વ્યવહારોને બંધ કરે; પંચ મહાવ્રત પાળવાની સંપૂર્ણ અભિલાષા રાખે; મલ વધશે નહી અને આત્મિક શક્તિ વધતાં મલ ઘટવા માંડશે અને અનુક્રમે સંપૂર્ણ મલને ત્યાગ થશે; માટે મન-વચન અને કાયાને કબજે કરી કમેને આધીન જે સત્તા રહી છે, તે પાછી લઈ લે અને તેનું રક્ષણ કરવા પ્રબલ પુરુષાર્થ આદરે. આ પ્રમાણે કરવાથી આઝાદી અને આબાદી આપોઆપ મળી રહેશે, પછી બીજા કેઈની પરવા રહેશે નહીં, માટે લાગેલ મલને ત્યાગ કરે.
૪૭૫. અધિક વિપત્તિઓ તથા વિડ બનાઓનું જે કિઈ ભૂલ હોય તો અહંકાર-અભિમાનના વચને છે. તેવા
For Private And Personal Use Only