________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરક
રહેશે. આત્મગુણેમાં રસ પડ્યા પછી વિષય રસ ઝેર જેવું લાગશે, માટે આત્મગુણે તરફ લક્ષ રાખે અને તેના રસને પ્રાપ્ત કરે
૪૭૩. ચારે ગતિને એટલે નરક-તિર્યચ-મનુષ્ય અને દેવ ગતિમાં સુખ-દુઃખને વિચાર કરવાથી મનુષ્યને વૈરાગ્ય જાગે અને તે વૈરાગ્યના ગે વિષયરસમાં પ્રેમ જાગ્રત થાય નહી; વિષયરસમાંથી પ્રેમ ઓછો થતાં ક્રોધાદિક પણ ઓછા થાય છે. અને તે ઓછા થતાં સમતા-એટલે રાગઠેષ અને મહિને વેગ જે ઉછાળા મારી રહેલ છે તેની અલભ્યતા થતી રહે છે, માટે ચાર ગતિને વિચાર કરવો જરૂરી છે; નરક ગતિમાં તે એકાંતે દુઃખ રહેલું છે, તિર્યંચગતિમાં પશુ પંખીઓને વિવેક અને વિચાર નહી હોવાથી તેનાથી દુઃખના પ્રતિકારને ઉપાય સૂઝતું નથી, એટલે તેઓને સદાય પરાધીનતા ભેગવવી પડે છે. ખાવામાં, પીવામાં, રહેવામાં પણ સ્વાધીનતા તેઓને છે નહી. દેવગતિમાં પણ પરાધીનતા રહેલી છે, તેમજ ખેદ-દ્વેષ–અદેખાઈના વેગે દેવે પણ સત્ય સુખને માણી શકતા નથી, તેમજ ચ્યવન વેલાએ તેઓને દેવત્વને વિગ થતું હોવાથી ઝૂરવું પડે છે, આ કાઈ ઓછું કષ્ટ નથી, મનુષ્ય ભવમાં તે આપણે સઘળા કષ્ટોને અનુભવી રહ્યા છીએ, વિષય-કવાયના વિકારથી આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર રહેલા છીએ, જન્મ-જરા અને મરણનાં દુઃખેને વિચાર કરતાં આત્મા કંપી ઉઠે છે અને આવા દુઃખ પુનઃ પ્રાપ્ત ન થાય, તે માટે વિચારો આવે છે. વિચાર કરતાં વિવેક જાગે છે અને વિવેકથી વિકારે શમતાંની સાથે સમતા આવીને વસે છે; માટે ચાર ગતિની સ્થિતિના વિચાર પણ સદાય કરતાં રહેવું જોઈએ.
For Private And Personal Use Only