________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮ વ્યવહારમાં જ રાચમાચી રહેલાના વિકારે શમતા નથી પણ વધતા રહે છે. વિકાર, વિકારેના સેવનથી નાશ પામતા નથી, પણ નિર્વિકારીનું આલંબન લઈ સ્થિરતાના યોગે નાશ પામે છે, માટે જેટલી બુદ્ધિ હય, જેટલી શક્તિ હોય, તે એકઠી કરી વિકારોના વેરીને નાશ કરવા કમ્મર કસવી જોઈએ.
૪૬૮, પાણીથી ભરેલે ઘડે છલકાતું નથી, અને સ્થિર રહે છે, કદાચ એકદમ ઊંધે વાળવામાં આવે તે પણ પાણી બહાર પડતું નથી; તે પ્રમાણે જ્ઞાન-દયાનથી ભરપૂર મુનિવર્ય, વિકારોથી તેમજ વિકલ્પ–સંકલપેથી છલકાતા નથી; પણ સ્થિરતાને ધારી રાખે છે, કદાચિત્ વિપત્તિઓ આવીને ઘેરે ઘાલે તોપણ જ્ઞાન-ધ્યાન ચૂકતા નથી અને ચિદાનંદની લહેરમાં ઝીલતા રહે છે. આવી સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબના રહે નહી; માટે છે સુનિવર ! જ્ઞાન-ધ્યાનના આધારે સ્થિરતાને ધારણ કરે કે જેથી કોઈ પ્રકારની ચિન્તાઓ આવીને સતાવે નહી.
જ્ઞાન-ધ્યાનમાં સદાય રમણતા કરનાર મહાનુભાવો શ્વાસશ્વાસે કરોડો ભવના પાપને ભમસાત્ કરીને નિર્મલ બને છે; ત્યારે જ્ઞાન-યાન રહિત અને સાંસારિક સંક૯પ-વિકલપના વિકારમાં અટવાતે અજ્ઞાની આત્મા, શ્વાસોશ્વાસે કરડે ભવ સુધી ભેગવાય એવા ચીકણું કર્મો બાંધી અસહૃા યાતનાઓને સહે છે; માટે સુખના અર્થીએ! સાચા સુખને અનુભવ કરવે હોય તે સંકલ્પ-વિકલપ ટળે અને વિકારે નાશ પામે એ પ્રયાસ કરે કે જેથી મેઘેર મનુષ્યભવની સફલતા થાય અને મોક્ષસુખ સમીપે આવતું રહે. સાંસારિક વિકલ્પ અને વિકાર
For Private And Personal Use Only