________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯
એ તમેને ચારે ગતિમાં અને રાશી લાખ યોનિમાં પરિ. ભ્રમણ કરાવવામાં બાકી રાખી નથી; માટે ચેતે, હજી હાથમાં બાજી છે, પાછ બની બાજી હારે નહી.
૪૬૯ સાથે આવે તેવી વસ્તુઓને સંગ્રહ કરે. તમેએ મહાપ્રયાસ કરીને દુન્યવી વસ્તુઓ તમારા ઘરમાં ભરી છે તેથી તમે પિતાને પૂર્ણ માને છે અને હવે અન્ય પ્રાપ્ત કરવાનું નથી એમ માની બેઠા છે; પણ તમારી એમાં ભ્રમણ થઈ લાગે છે, કારણ કે, જે વસ્તુઓ કાળા ધોળા કરીને ઘરમાં ભરી છે તે માગી લાવેલ ઘરેણુની માફક પાછી મૂકવી પડશે, સાથે પરભવમાં આવનાર નથી; માટે સાથે આવે તેવી વસ્તુઓને સંગ્રહ કરે, સાથે આવે તેવી વસ્તુઓ પણ છે, પરંતુ તેઓને ઓળખી તમે સંગ્રહ કરે ત્યારે જ સાથે આવે; મેળવ્યા વિના તે સાથે આવી શકે એમ નથી. તે વસ્તુઓ કઈ? તે વસ્તુઓને તમે જાણે છે ખરા? પણ તેઓને પ્રાપ્ત કરવા માટે પ્રેમ ધારણ કર્યો નથી, તેથી જ કહેવું પડે છે કે તે વસ્તુઓ સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર છે. આ વસ્તુઓને પ્રાપ્ત કર્યા પછી તેઓના રક્ષણથી કદાપિ કઈ પણ સ્થિતિમાં છૂટી પડશે નહી, જ્યાં જશે ત્યાં સાથે ને સાથે અને સમીપમાં સમીપ તમારી પાસે રહેશે. આજ વરતુઓ સાચી છે; અનંત અને સત્યસુખને આપનાર છે; આ સિવાય ઘરમાં ભરેલી વસ્તુઓ, વિકારેને વધારશે, સંકલ્પવિકલ્પના વમળમાં ગોથાં ખવડાવશે.
પડી રહેવાવાળી વસ્તુઓને સાથે આવનારી માનીએ પણ તે સાથે આવતી નથી, અને રાગ-દ્વેષ અને મેહ-મમતા
For Private And Personal Use Only