________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
એક હેટા શહેરના બે બંધુઓએ સવપિતાના મરણ પછી મિલ્કત વહેંચી લીધી અને બે ભાઈ વેપાર કરવા લાગ્યા. મોટે ભાઈ સદાચારપૂર્વક ધર્મની આરાધના કરતાં વેપાર કરે છે, અને બીજો ભાઈ વેપાર કરતાં ધર્મની આરાધના કરી શકો નથી; તેથી પુણ્ય ઘટવાથી કરાતા વેપારમાં યોગ્ય લાભ મળતું નથી અને વર્ષો વર્ષે નુકશાન થતું રહે છે, તેથી મોટા ભાઈને કહ્યું કે-આપણે બે ભેગા રહીને વેપાર કરીએ. ભેગા રહ્યા. મોટા ભાઈની ધર્મ આરાધનાના ચેગે પુય વધવાથી પેઢીમાં લાભ થવા લાગે ત્યારે નાના ભાઈએ કહ્યું કે-તમે ધર્મની આરાધના કરે અને હું વેપાર કરું—ધર્મના મેગે લાભ થાય છે.
૪૬૬. દુન્યવી વાસનાઓ, તે મહાબંધન છે. પૂર્વજન્મના સંસ્કાર અને આ ભવના સંસ્કારના વેગે દરેક પ્રાણીઓની વાસનાઓ જમે છે અને તે તે વાસનાઓના આધારે વિવિધ ક્રિયાઓ કરવાની રુચિ જન્મે છે. કેઈએ વાસનાના ચગે ખાવા-પીવામાં જ સુખ માનેલ હોય છે ત્યારે બીજા કેઈએ સંગીત વિનેદાદિકમાં સુખ માનેલ હોય છે. કેઈએ દાનાદિકમાં લાભ માનેલ હોય છે, ત્યારે કેઈએ દંભ કરીને પણ અન્ય પાસેથી લેવામાં આનંદ માનેલ હોય છે. કેઈક ભાગ્યશાલી આત્મજ્ઞાન-આત્મધ્યાન અધિક પસંદ કરે છે, કેઈને વિવિધ પ્રકારની વાત કરવામાં આનંદ પડે છે, તેમજ કોઈને પરસ્પર કલહ કરાવી વૈમનસ્ય ઉત્પન્ન કરાવવામાં સુખ ભાસે છે. આ પ્રમાણે વાસનાના ગે વિવિધ પ્રકારની. ક્રિયાઓ દષ્ટિગોચર થાય છે તેમાં જે આત્મજ્ઞાન-આત્મધ્યાનમાં જે મગ્ન હોય છે તે મહાશયે આત્મવિકાસમાં આગળ વધે છે તેમજ
For Private And Personal Use Only