________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪ રહેવાથી પ્રાણીઓને દુખોને તેમજ વિડંબનાઓને અંત આવતો નથી; અને પુનઃ પુનઃ જન્મ-મરણની જ જાલમાં સપડાવું પડે છે, જે પુનઃ જન્મ ધારણ ન કર પડે તે પ્રયાસ કરે તે મરણ પણ થાય નહી; જેટલાં દુખે છે તે જન્મને આભારી છે; માટે દુઃખની ભીતિ હેય તે બીજી વાર જન્મ ધારણ કરવું પડે નહી તે કઈ પણ ઉપાય કર! ઉપાય વિના કેઈપણ કાર્ય સધાયું છે? આળસ–પ્રમાદવિકથા અને પર પદાર્થોને પ્રેમ વિગેરેને ત્યાગ કરો, આત્મિક ગુણેના અભ્યાસી બને! જરૂર જન્મ ધારણ કરે નહી પડે.
૪૬૪. જ્યારે સમ્યજ્ઞાનથી અજ્ઞાનતા ટળે ત્યારે રાગ-દ્વેષ અને મેહ-મમતાના બંધને ખસે છે, અને મેહ-મમતાના બંધને ખસવાથી દરેક પ્રાણીઓમાં રહેલ આત્માનું ભાન થાય છે, એટલે પરસ્પર પ્રેમ વધતાં ઉદારતાનિખાલસતા-નિઃસ્પૃહતા આવીને હાજર થાય છે, પછી આનંદના ઝરાઓ કરવા માંડે છે, પરંતુ જ્યારે રાગ-દ્વેષ-મોહ-મમતાના બંધને હોય ત્યારે ઉપરોકત સદ્દગુણે આવી શકતા નથી, અને તે બંધનેથી કુસંપ–કલહ-કંકાસ–વેર વિગેરે વધતા રહે છે, માટે સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને તે બંનેને નિવારવા તત્પર બને! આત્મા સદ્ગુણેના આધારે જ્યારે વિકાસ પામે છે, ત્યારે જે જોઈએ તે આવી મળે છે.
એક ગામમાં બે ભાઈઓ હતા, જ્યારે માતા પિતા મરણ પામ્યા ત્યારે સ્થાવર-જંગમની વહેંચણ કરીને જુદા રહ્યા મીલકતની વહેંચણમાં પચાસ-પચાસ હજાર રૂપિયા ભાગમાં આવ્યા તેથી તે ભાઈઓ વેપાર કરવા લાગ્યા. મોટા ભાઈએ
For Private And Personal Use Only